
ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ અને સમકાલીન ટેગલાઈન ‘ચલ મેરી લુના’ની મોહિનીમાં મૂળિયાં ધરાવતી આ કેમ્પેઈન ઈનોવેશન અને અંગત પરિવહન પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપતાં સક્ષમ મોબિલિટીમાં નવું પરિપ્રેક્ષ્ય લાવે છે. ભારતીયો માટે ઝંઝટમુક્ત અંગત પરિવહનની આઝાદી સાથે તેને અભિમુખ બનાવતી કિફાયતી, વ્યવહારુ અને ઈંધણ કાર્યક્ષમ ટુ-વ્હીલર તરીકે સંકલ્પના કરવામાં આવેલી તેની પુરોગામીઓની જેમ જ ઈ-લુના તે જ ખૂબીઓ ધરાવે છે, પરંતુ હવે તે ઈલેક્ટ્રિસિટી અને આધુનિક ટોપ- ટિયર ટેકનોલોજી દ્વારા પાવર્ડ છે. ઈ-લુના ઓલ- ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર શહેરી અને ગ્રામીણ ભારતની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાઈ છે, જે પર્યાવરણ અનુકૂળ, ટકાઉ અને ખર્ચ કિફાયતી મોબિલિટી સમાધાન ઓફર કરે છે. ઈ-લુના ઓલ-ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે તે જોતાં આ કેમ્પેઈનમાં આલેખિત કરાતી મુખ્ય ખૂબીઓમાં તેની બેટરીના એક ચાર્જ પર આકર્ષક લાંબા અંતરની રેન્જ, રોજબરોજના પ્રવાસના સમાધાન તરીકે તેની વર્સેટાલિટી અને તેની મજબૂત ભાર વહન ક્ષમતાનો સમાવેશ થાય છે, જે ભારતીય રસ્તાઓ અને સંચાલન સ્થિતિઓ માટે તેને આદર્શ બનાવે છે. આ કેમ્પેઈન શહેરી અને ગ્રામીણ
મોબિલિટી આવશ્યકતાઓ માટે સ્માર્ટ અને વર્સેટાઈલ સમાધાન તરીકે ઈ-લુનાના સ્થાન સાથે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી)ના પર્યાવરણીય ફાયદાઓ પર ભાર આપે છે.ઈ-લુનાના હાર્દમાં તેની આકર્ષક લાંબી રેન્જની ક્ષમતા 2.3 kWhબેટરી ક્ષમતા સાથે એક ચાર્જમાં 110 કિમી સુધી અવરેજ આપે છે. 2.2 kWપીક ક્ષમતા સાથે હાઈ- પરફોર્મન્સ BLDCમિડ- માઉન્ટ દ્વારા પાવર્ડ ઈ-લુનાએ 50 km/hની ટોપ સ્પીડ હાંસલ કરી છે, જે તેને આંતર- શહેર અને અર્ધશહેરી ટ્રાફિકની સ્થિતિઓ માટે ઉત્તમ રીતે અનુકૂળ બનાવે છે. તેની IP-67-રેટેડ બેટરી, મોટર અને કંટ્રોલર ટકાઉપણાની ખાતરી રાખે છે, જે તેને ભારતમાં પ્રવર્તમાન વિવિધ માર્ગો અને હવામાનનીસ્થિતિઓમાં બહેતર કામગીરી માટે ધૂળ અને પાણી ઘૂસી જવા સામે પ્રતિરોધકતા આપે છે.
ઉપરાંત ઈ-લુનામાં ડ્યુઅલ ટ્યુબ્યુલર, ઉચ્ચ શક્તિની સ્ટીલ ચેસિસ છે, જે પ્રીમિયમ મોટરસાઈકલોની સમકાલીન સુશોભિતતાની ખૂબીઓનો ઉમેરો કરવા સાથે ટકાઉપણું અને સ્થિરતા બહેતર બનાવે છે. મલ્ટીફંકશનાલિટી માટે તૈયાર કરાઈ હોય તે 150 કિગ્રા પેલોડ ક્ષમતા સાથે આવે છે, જેથી અંગત પ્રવાસ અને લાસ્ટ- માઈલ ડિલિવરી સર્વિસીસ સહિત વેપારી ઉપયોગ માટે પણ તેને આદર્શ બનાવે છે.ઈ-લુનામાં સ્માર્ટ ટેકનોલોજીના ઈન્ટીગ્રેશન્સમાં CAN-એનેબલ્ડ કમ્યુનિકેશન્સ પ્રોટોકોલ, અસલ સમયમાં ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી ઈન્ડિકેટર્સ સાથે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટેશન અને મહત્તમ રેન્જ કાર્યક્ષમતા માટે ઘણા બધા રાઈડિંગ મોડ્સનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સુવિધાની વિશિષ્ટતાઓમાં કોમ્બી- બ્રેકિંગ સિસ્ટમ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, ઉત્કૃષ્ટતા સ્થિરતા માટે વિશાળ 16- ઈંચ વ્હીલ્સ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, બહેતર લવચીકતા માટે ડિટેચેબલ રિયર સીટ અને રાઈડર માટે વધારાની મનની શાંતિ માટે સાઈડ સ્ટેન્ડ સેન્સરનો સમાવેશ થાય છે. ઈ-લુના 100 ટકા ભારતમાં ડિઝાઈન, એન્જિનિયરિંગ અને ઉત્પાદન કરવામાં આવી છે, જે દેશમાં ઈવી અપનાવવાનું વધારવાના કાઈનેટિક ગ્રીનના ધ્યેયને વધુ મજબૂત બનાવે છે. તે ખર્ચ કિફાયતી અને હરિત ઉત્સર્જન મુક્ત રાઈડિંગ અનુભવ પ્રદાન કરતાં વ્યક્તિગતો અને ઉદ્યોગોને પણ પહોંચી વળે છે. તેની આધુનિક ટેકનોલોજી, ઈનોવેટિવ ડિઝાઈન અને મલ્ટી- યુટિલિટી ફંકશનાલિટી સાથે ઈ-લુનાએ કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને સસ્ટેનેબિલિટીને જોડીને ઈલેક્ટ્રિક ટુ- વ્હીલર સેગમેન્ટમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.