
આંતરરાષ્ટ્રીય મહિલા દિન (IWD) 2025ના પ્રસંગે એમેઝોન ઇન્ડિયાએ ‘Amazon ElevateHER 2025’ની ઉજવણી કરી હતી – જે પહેલની ડિઝાઇન માર્ગદર્શન અને કારકીર્દી વિકાસની તકો મારફતે મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે. ચાલુ વર્ષની IWD વૈશ્વિક થીમ સાથે સંરેખિત, ‘એક્સીલરેટ એક્શન’, ઇવેન્ટનું આયોજન કારકીર્દી વિકાસ માટે માર્ગદર્શન, એલીશિપ અને સ્પોન્સરશિપ પર બેંગલોર ખાતે કરવામાં આવ્યુ હતું. ElevateHER 2025 એમેઝોનની જાતિ સમાનતા અને મહિલાઓને પોતાની શક્તિઓનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે જરૂરી ટૂલ્સ અને સ્ત્રોતો પૂરા પાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. એણેઝોન લિડર્સ દ્વારા 100થી વધુ મહિલાઓને સ્પીડ-મેન્ટર્ડ કરવામાં આવી છે, જેના લીધે અર્થપૂર્ણ કારકિર્દી વાર્તાલાપ શરૂ થયા ‘’એમેઝોન ખાતે અમે એવી સંસ્કૃતિનું નિર્ધારણ કરીએ છીએ જ્યાં દરેક લોકો વિકસી શકે. અમારો દ્રષ્ટિકોણ માર્ગદર્શનથી એલીશિપ અને સ્પોન્સરશિપ સુધી વિકસ્યો છે, જે કારકીર્દી વિકાસ માટે એક સહાયક સિસ્ટમનું સર્જન કરે છે. કર્મચારીઓ, સાથીદારો અને ભાગીદારો માટેની અમારી લિડર્સ ચેમ્પિયન પહેલો એમેઝોનમાં વૃદ્ધિનું સંવર્ધન કરે છે. ElevateHER 2025નો હેતુ વિવિધ પશ્ચાદભૂમિ ધરાવતી મહિલાઓ તેમના કારકીર્દીના લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે તેમને જરૂરી કૌશલ્ય અને નેટવર્ક પૂરું પાડવાનો છે અને આ મહત્વાકાંક્ષી વ્યાવસાયિકોને સ્પીડ મેન્ટરીંગ સેશન્સની જે તક પ્રદાન કરવામાં આવે છે તેનાથી અમે ખુશ છીએ.,’’ એમ એમેઝોનના જાપાન અને ઇમર્જીંગ માર્કેટ્સના પીપલ એક્સપિરીયન્સ એન્ડ ટેકનોલોજીના વીપી-એચઆર દીપ્તી વર્માએ જણાવ્યુ હતું. ઝડપી માર્ગદર્શન સત્ર (સ્પીડ મેન્ટરીંગ સેશન) આ ઇવેન્ટના મહત્ત્વનો અંશ હતો, જેમાં વિવિધ પશ્ચાદભૂમિ ધરાવતી 100થી વધુ મહિલાઓ એમેઝોન લિડર્સ સાથે કારકીર્દી વિકાસ, નેતૃત્ત્વ વિકાસ અને વ્યાવસાયિક રીતે એડવાન્સ થવા માટે આત્મવિશ્વાસ પેદા કરવા માટેની કેન્દ્રિત વાતચીતમાં સામેલ થઇ હતી. વધુમાં આ ઇવેન્ટને વધુ સમૃદ્ધ બનાવવા માટે “ગાઇડીંગ લાઇટઃ સ્પોન્સરશિપ, રિસાયલંસઅને એમ્પાવરીંગ વિમેન ટુ રાઇઝ” પર ફાયરસાઇટ ચેટને પણ સમાવવામાં આવી હતી, જેમાં અભિનેત્રી અને લેખક સોનાલી બેન્દ્રે અને એમેઝોનના જાપાન અને ઇમર્જીંગ માર્કેટ્સના પીપલ એક્સપિરીયન્સ એન્ડ ટેકનોલોજીના વીપી-એચઆર દીપ્તી વર્મા પણ સામેલ થયા હતા. “કાર્યસ્થળે મહિલાઓને સશક્ત બનાવવી એક ફક્ત એક તક સમાન નથી – તે જ્યાં આત્મવિશ્વાસ, નેતૃત્ત્વ અને વૃદ્ધિ થતી હોય થતી હોય તેના સર્જન કરવા વિશે છે. એમેઝોનની ElevateHER પહેલનો ભાગ બનવું એ ખરેખર પ્રેરણાત્મક છે, જેમાં અસંખ્ય પ્રતિભાશાળી મહિલાઓને તેમની કારકીર્દીનો હવાલો લેતા અને અંતરાયોનું ખંડન કરતી જોઇ શકાય છે,” એમ અભિનેત્રી અને લેખક સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતુ. ElevateHER 2025 માં પ્રેરણા અને સશક્તિકરણ માટે રચાયેલ સત્રોની આકર્ષક શ્રેણી રજૂ કરવામાં આવી હતી. “એક્સેલરેટિંગ એક્શન: બિલ્ડીંગ રેઝિલિયન્ટ કરિયર્સ” નામની વિચાર-પ્રેરક પેનલ ચર્ચામાં એમેઝોન ઇન્ડિયાની સોફ્ટવેર ડેવલપમેન્ટના ડિરેક્ટર ગીતાંજલિ ભૂટાણી, એમેઝોન ઇન્ડિયાની કન્ઝ્યુમ ઇલેક્ટ્રોનીક્સના ડિરેક્ટર ઝેબા ખાન, એમેઝોનના ટેલેન્ટ એક્વિઝીશનના રાજીવ શર્માએ ભાગ લીધો હતો ત્યારે એમેઝોન પેના ડિરેક્ટર નેહા ગુપ્તાએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. પેનલે મહિલાઓના વ્યાવસાયિક વિકાસને વેગ આપવા અને સમાવિષ્ટ કાર્યસ્થળ પ્રથાઓને મજબૂત બનાવવા માટે કાર્યક્ષમ વ્યૂહરચનાઓમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.