સરકારે LIC IPO માટે બજાર રેગ્યુલેટર સેબીમાં અરજી કરી દીધી છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઈતિહાસનો સૌથી મોટો IPO માર્ચ સુધીમાં આવશે. સેબીમાં કરવામાં આવેલી અરજી મુજબ સરકાર 31 કરોડ ઈક્વિટી શેર દ્વારા પોતાનો 5 ટકા હિસ્સો વેચશે. હાલ LICમાં સરકારનો 100 ટકા હિસ્સો છે.ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનજમેન્ટના સચિવ તુહિન કાંતા પાંડેયે ટ્વિટ કરીને કહ્યું કે LICના IPO માટે DRHP(ડ્રાફટ રેડ હેયરિંગ પ્રોસ્પેક્ટ્સ) દાખલ કર્યું છે. DRHP એ ડ્રાફ્ટ પેપર હોય છે, જે IPO લાવતા પહેલા કંપની તરફથી સેબીમાં જમા કરાવવામાં આવે છે. તેમાં કંપનીની સંપૂર્ણ વિગતો હોય છે, આ સિવાય તેમાં કંપની IPO દ્વારા કેટલો હિસ્સો કે શેર વેચશે અને કંપની IPOથી એકત્રિત થનારી રકમને ક્યાં વાપરશે તેની માહિતી હોય છે.
પોલીસધારકો માટે હિસ્સો રિઝર્વ રહેશે
LICના IPOમાં 10 ટકા હિસ્સો પોલીસધારકો માટે રિઝર્વ હશે. એમ કહેવાઈ રહ્યું છે કે રોકાણકારોને IPOમાં શેરના ભાવમાં 5 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ રીતે એન્કર રોકાણકારો માટે IPOમાં હિસ્સો રિઝર્વ રાખવામાં આવ્યો છે.