શેરબજાર: સેન્સેક્સમાં 1400 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 17,000ની નીચે

0
16
TCS, ONGC, ડેવિસ લેબ્સના શેર વધ્યા
TCS, ONGC, ડેવિસ લેબ્સના શેર વધ્યા

ગુજરાતમાં તાજેતરમાં જ પ્રકાશમાં આવેલા બેન્કકૌભાંડની સીધી અસર આજે ભારતીય શેરબજારો પર જોવા મળી રહી છે. એને પગલે ભારતીય શેરબજાર માર્કેટ ખૂલતાંની સાથે જ ઘટ્યું હતું. સેન્સેક્સ 1400 અંક ઘટ્યા પછી સવારે 9.50 વાગ્યે 1199 અંક ઘટી 56953 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 360 અંક ઘટી 17,014 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત-દહેજ સ્થિત ABG શિપયાર્ડ કંપનીનું 23000 કરોડનું બેન્કકૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એમાં SBI સહિતની 28 બેન્ક સાથે છેતરપિંડી થઈ છે. આ સિવાય વૈશ્વિક સંકેતોને પગલે પણ હાલ માર્કેટ મોટા પ્રમાણમાં ધોવાયું છે.

વિજય માલ્યા અને નીરવ મોદીએ કરેલા કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ
દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. એ નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણું વધુ એટલે કે રૂ. 22,842 કરોડનું કૌભાંડ છે. આ કેસમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ દાખલ કેસના સિલસિલામાં શનિવારે કંપની અને તેના ડિરેક્ટરોનાં સુરત, ભરૂચ, મુંબઈ, પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા અને મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા.સેન્સેક્સ પર એમએન્ડએમ, ICICI બેન્ક, SBI, HDFC, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 4.30 ટકા ઘટી 817.10 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 3.62 ટકા ઘટી 762.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે TCS 0.90 ટકા વધી 3728.90 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 0.94 ટકા વધી 3729.85 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 773 અંક ઘટી 58152 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 231 અંક ઘટી 17374 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ટેક મહિન્દ્રા 2.94 ટકા ઘટી 1424.35 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.71 ટકા ઘટી 1721.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, M&M, ITC સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 0.94 ટકા વધી 981.95 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 0.52 ટકા વધી 1254.75 પર બંધ રહ્યો હતો.