
ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે ગેમ-ચેન્જિંગ સ્કોર્પિયો-એનના 2,00,000 યુનિટ્સના વચાણની અભૂતપૂર્વ સિદ્ધિની ઊજવણી માટે આજે સ્કોર્પિયો-એન કાર્બન એડિશન લોન્ચ કરી હતી. #BigDaddyOfSUVs ના વારસાને સાર્થક કરતા સ્કોર્પિયો-એન કાર્બન તેની અચૂક ડિઝાઇન અને સોફિસ્ટિકેશન સાથે મહિન્દ્રાની ઓથેન્ટિક એસયુવીના પ્રભુત્વને વિસ્તારે છે.
વિશિષ્ટપણે બનાવેલા ઇન્ટિરિયર્સ :
સ્કોર્પિયો-એન કાર્બનના ઇન્ટિરિયર્સ પ્રીમિયમ લેધરેટ સીટ્સ અને કોન્ટ્રાસ્ટ ડિકો-સ્ટિચિંગ સાથે ટોન-ઓન-ટોન ટ્રીટમેન્ટ રજૂ કરે છે. સ્મોક્ડ ક્રોમ ફિનિશ એકંદરે સુંદરતામાં સોફિસ્ટિકેશનનો સ્પર્શ ઉમેરે છે.
અદ્વિતીય હાજરી :
સ્કોર્પિયો-એન કાર્બન એક વિશિષ્ટ મેટાલિક બ્લેક થીમ સાથે અલગ તરી આવે છે જે તેની અદ્વિતીય હાજરીને વધારે છે. સ્મોક્ડ ક્રોમ એક્સેન્ટ્સ, બ્લેક એલોય વ્હીલ્સ અને ડાર્ક ગેલ્વેનો ફિનિશ્ડ રૂફ રેલ્સ દ્વારા પૂરક ટોન-ઓન-ટોન ડાર્ક ટ્રીટમેન્ટ દરેક રસ્તા પર વિશિષ્ટતા અને વર્ચસ્વનો અહેસાસ કરાવે છે.એ જ આનંદદાયક રાઇડ અને અનન્ય હેન્ડલિંગ આપવા માટે જાણીતી સ્કોર્પિયો-એન કાર્બન એડિશન અનોખી લક્ઝરી સાથે સોફિસ્ટિકેશન ઉમેરે છે. Z8 અને Z8L સેવન-સીટર વેરિઅન્ટ્સમાં જ ઉપલબ્ધ આ સ્પેશિયલ એડિશન તેની વિશિષ્ટ મેટાલિક બ્લેક થીમ અને અનન્ય સ્ટાઇલ સાથે સ્કોર્પિયો-એનના કાયમી વારસાને વિસ્તારે છે.