
રિસ્પોન્સિબલ જ્વેલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ન્યુઝીલેન્ડમાં તેની કામગીરીના વિસ્તરણનીગર્વભેર જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડમાં કંપનીના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન ઓકલેન્ડના બોટની ટાઉન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.આ નવા શોરૂમનું ઉદઘાટન બ્રાન્ડની વૈશ્વિક વિસ્તરણ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે બેજોડ કારીગરી અનેસેવા પ્રદાન કરવાની સાથે 14 દેશોમાં તેની મજબૂત ઉપસ્થિતિ સુનિશ્ચિત કરે છે.આ નવા શોરૂમનું ઉદ્ઘાટન ન્યુઝીલેન્ડના ઇમરજન્સી મેનેજમેન્ટ, પોલીસ, રમતગમત અને મનોરંજન મંત્રી માર્ક મિશેલ દ્વારાકરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ટરનેશનલ ઓપરેશન્સના વાઇસ ચેરમેન કે.પી. અબ્દુલ સલામ;મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ટરનેશનલ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શામલાલ અહેમદ; સી. મયંકુટ્ટી, સિનિયર ડિરેક્ટર;માલાબાર ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિષાદ એ.કે. અને કે.પી. વીરનકુટ્ટી; મેન્યુફેક્ચરિંગ હેડ ફૈઝલ એ.કે.; ફાઇનાન્સ એન્ડએડમિનિસ્ટ્રેશન ડિરેક્ટર અમીર સી.એમ.સી.; માલાબાર ગ્રુપના ચીફ ડિજિટલ ઓફિસર શાજી કક્કોડી; સિનિયર મેનેજમેન્ટના અન્યસભ્યો, મૂલ્યવાન ગ્રાહકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ન્યુઝીલેન્ ની સ્થાનિક પરંપરાઓનું સન્માન કરીને પરંપરાગત માઓરીકરકિયા પ્રાર્થના સાથે ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ હતી.કંપની ભારત, પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ), યુએસ, યુકે, કેનેડા, સિંગાપોર, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 14થી વધુ દેશોમાં400થી વધુ શોરૂમ સાથે વૈશ્વિક સ્તરે હાજરી ધરાવે છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ તેના વિશાળ સંગ્રહ, બેજોડ ગુણવત્તા અનેગ્રાહક-કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. 26 દેશોમાં 25,000 બહુભાષી કર્મચારીઓની સમર્પિત ટીમ દ્વારા સમર્થિત બ્રાન્ડે વિશ્વભરમાં 15 મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા આપી છે.


