
વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી રિટેલર પૈકી એક માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તેની લેટેસ્ટ, લાઈટવેઈટ જ્વેલરી કલેક્શન ‘ZOUL’ લોન્ચ કર્યું છે. જે મહિલાઓને રોજિંદા જીવનમાં ભવ્યતાનો અનુભવ કરાવતી ફાઈન જ્વેલરી ક્લેક્શન છે, જે માત્ર તહેવારો-પ્રસંગોની ઉજવણી સુધી સીમિત નથી. ZOUL એ ઓફિસ, સામાજિક કાર્યક્રમ, અને અંગત પળોને ખાસ બનાવતાં રિફાઈન્ડ, આકર્ષક અને લકઝરીનો અનુભવ કરાવતા પીસ ઓફર કરે છે.
ZOUL એ લાવણ્ય અને આધુનિક વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરતુ કલેક્શન છે. શુદ્ધતા, હેતુપૂર્વક ડિઝાઈન ફિલસૂફીના મૂળ ધરાવતું આ કલેક્શનનો દરેક પીસ એક વિશેષ દ્રષ્ટિકોણ જાળવતાં રોજિંદા જીવનમાં એકીકૃત રીતે સંકલિત કરવા રચાયેલો છે. આ કલેક્શન સ્ટાઈલની અભિવ્યક્તિ છે, જે લાંબા દિવસો અને બદલાતા શિડ્યુલમાં સરળતાથી ટ્રાન્ઝિશન માટે સજ્જ છે. પહેરનારાઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. તેને ગમે તે સ્ટાઈલમાં, વધુ ક્યુરેટેડ સ્ટેટમેન્ટ માટે ZOUL વ્યક્તિગત મૂડ અને સૌંદર્ય શાસ્ત્રને સરળતાથી અનુકૂલિત કરે છે.
14 કેરેટ અને 18 કેરેટ સોનામાં નેચરલ ડાયમંડની કલાકારી સાથે તૈયાર ZOUL કલેક્શન રોજિંદા જીવનમાં લકઝરીનો ઉમેરો કરતાં ફાઈન જ્વેલરીના માપદંડોમાં વધારો કરે છે. લાઈટવેઈટ અને ઝીણવટપૂર્વક કારીગરી પર ભાર મૂકતું આ કલેક્શન અનુકૂળતાની સાથે સુંદર-આકર્ષક દેખાવ આપે છે. તે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની સ્થાપિત કારીગરી અને મજબૂત ગુણવત્તાના બેન્ચમાર્ક દ્વારા આધારભૂત છે, જેના દરેક પીસમાં સુંદર ફિનિશિંગ, મટિરિયલ્સનું ઈન્ટિગ્રેશન તેની શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરે છે.
આ કલેક્શનમાં ડાયમંડના પેન્ડન્ટ્સ, સ્ટડ ઇયરિંગ્સ, વીંટીઓ, બ્રેસલેટ, મોડર્ન ગોલ્ડ ચેઈન, અને અન્ય ઈઝી-ટુ-સ્ટાઈલ સિલુએટ્સ સહિત રોજિંદા પહેરી શકાય તેવી ફાઈન જ્વેલરી સમાવિષ્ટ છે.
જે દિવસભર આરામથી પહેરવા માટે સક્ષમ છે. તેનો ઉદ્દેશ્ય સરળ છે: એવી જ્વેલરી કે જે મહિલાઓની બહુવિધ ભૂમિકાઓ અને કામગીરીને પૂરક બનાવે છે. તેને કોઈ ખાસ ક્ષણ માટે સાચવવાની જરૂર નથી.
આ અંગે માલાબાર ગ્રૂપના ચેરમેન શ્રી એમ.પી. અહમદે આ લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે, “ZOUL મહિલાઓના આત્મવિશ્વાસપૂર્ણ, સ્વ-સંચાલિત અને પોતાની અનોખી રીતે અભિવ્યક્ત કરવાના જુસ્સાને બિરદાવે છે. જેમ તે રોજિંદા જીવનમાં પોતાની અનેક ભૂમિકાઓને સંતુલિત કરે છે, આ જ્વેલરી કલેક્શન તેનું પ્રમાણ છે. સમકાલીન ભવ્યતા સાથે અનુકૂળતાથી પહેરી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવેલી આ જ્વેલરી તેમની જીવનશૈલીને સુંદર બનાવે છે. ZOUL સાથે અમે વિશ્વાસ, ગુણવત્તા અને અદ્ધભૂત કારીગરીના મૂળને જાળવી રાખવાની અમારી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની મહત્ત્વાકાંક્ષાને વિસ્તિરત કરીએ છીએ.”
આ લોન્ચ મહિલાના કાર્યસ્થળ, સામાજિક અને અંગત ક્ષણો પર આધારિત છે. રોજિંદા વસ્ત્રો પર પહેરી શકાય તેવા પેન્ડન્ટ, વીંટી, બ્રેસલેટ અને સોનાની ચેઇન રજૂ કરતાં તેને સમકાલીન ટીવીસી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.


