ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ અને કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાની સાથે દેશભરમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસ ઝડપી બનવાના અંદાજો અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવવા લાગતાં ભારતીય શેર બજારોમાં ફંડોએ આજે સપ્તાહના અંતે અફડાતફડીના અંતે તેજીને આગળ વધારી હતી. સંસદના ચોમાસું સત્રમાં પિગાસસ પ્રોજેક્ટ રીપોર્ટ મામલે બન્ને ગૃહોમાં કામગીરી વિરોધ પક્ષોના વિરોધના કારણે સ્થગિત થઈ જવા છતાં આ વખતે ઘણા આર્થિક બિલો રજૂ થવાના હોઈ એની અપેક્ષાએ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી મોટાપાયે ખરીદી કરી હતી. આ સાથે પસંદગીના આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ એફએમસીજી અને મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ રહેતાં બજાર આરંભિક અફડાતફડી બાદ આંચકા પચાવીને પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું. વૈશ્વિક મોરચે વધી રહેલી મોંઘવારીની સાથે ચાઈનામાં પણ ફુગાવો અસહ્ય બનવા લાગતાં અને ફયુલના વધતાં ભાવોને અંકુશમાં લેવા ચાઈનાએ તેના ક્રુડના રિઝર્વને છુટ્ટો કરવાનું જાહેર કર્યા છતાં ક્રુડ ઓઈલના આાંતરરાષ્ટ્રીય ભાવ આજે સપ્તાહના અંતિમ દિવસે પણ સતત વધીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૩.૬૧ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૧.૭૭ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૬ પૈસા ઘટીને રૂ.૭૪.૪૦ બંધ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક ખરીદીએ આજે સેન્સેક્સ ૧૩૮.૫૯ પોઈન્ટ વધીને ૫૨૯૭૫.૮૦ અને નિફટી સ્પોટ ૨૫.૪૭ પોઈન્ટ વધીને ૧૬૧૮૦.૨૪ બંધ રહ્યો હતો. સેન્સેક્સ આરંભિક અફડાતફડીમાં નીચામાં ૫૨૬૫૩ થઈ ઉછળીને ૫૩૧૧૫ સુધી પહોંચી અંતે ૧૩૮ વધીને ૫૨૯૭૫ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૩૭.૨૧ સામે ૫૨૯૬૭.૮૭ મથાળે ખુલ્યા બાદ તુરત ઘટી આવીને અફડાતફડીમાં હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એશીયન પેઈન્ટસ સહિતમાં વેચવાલીએ નીચામાં ૫૨૬૫૩.૭૭ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને અફડાતફડી બાદ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં તેજી થતાં અને સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, આઈટીસી રિઝલ્ટ પૂર્વે ફંડોની તેજી સાથે ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલમાં આકર્ષણે વધીને ઉપરમાં ૫૩૧૧૪.૭૦ સુધી પહોંચી અંતે ૧૩૮.૫૯ પોઈન્ટ વધીને ૫૨૯૭૫.૮૦ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ અફડાતફડીમાં નીચામાં ૧૫૭૬૮ થઈ વધીને ૧૫૮૯૯ સુધી પહોંચી અંતે ૩૨ પોઈન્ટ વધીને ૧૫૮૫૬એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૮૨૪.૦૫ સામે ૧૫૮૫૬.૮૦ મથાળે ખુલીને આરંભમાં અફડાતફડીમાં ફંડોની ગ્રાસીમ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એશીયન પેઈન્ટસ, યુપીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૫૭૬૮.૪૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક સાથે એચસીએલ ટેકનોલોજી, સન ફાર્મા, વિપ્રો, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ,આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, બ્રિટાનીયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ સહિતમાં તેજીએ વધીને ૧૫૮૯૯.૮૦ સુધી પહોંચી અંતે ૩૨ પોઈન્ટ વધીને ૧૫૮૫૬.૦૫ બંધ રહ્યો હતો.