
AACSB-માન્યતા પ્રાપ્ત અગ્રણી બિઝનેસ સ્કૂલ BIMTECHએ Hexalog Technologies PrivateLimited સાથે વિદ્યાર્થી હિતમાં ત્રણ વર્ષના કરાર કર્યા. આ ભાગીદારી હેઠળ BIMTECH કેમ્પસમાં ‘સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ’ માટે સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) સ્થાપિતકરવામાં આવશે આ સેન્ટર દ્વારા AI આધારિત લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન એનાલિટિક્સ અને ડિજિટલ ફ્રેઇટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગને અનુકૂળ માઇક્રો-ક્રેડેન્શિયલ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ શરૂ કરવાની યોજના છે. MoU હસ્તાક્ષર પ્રસંગે BIMTECH ના ડેપ્યુટી ડિરેક્ટર અને ડીન (એકેડેમિક્સ) પ્રોફ. પંકજ પ્રિયા, ડૉ. દાનિશ નાસિર તથા Hexalog ટીમ ઉપસ્થિત રહી હતી.
BIMTECH ના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું કે ડિજિટલ અને ડેટા આધારિત વૈશ્વિક સપ્લાય ચેઇન યુગમાં આ સહકાર ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
આ ભાગીદારીથી વિદ્યાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ, લાઇવ કન્સલ્ટિંગ અસાઇનમેન્ટ્સ અને વાસ્તવિક રોકાણકારો સમક્ષ વિચારો રજૂ કરવાની તક મળશે. સાથે જ ઉદ્યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એન્ટરપ્રેન્યોરશિપ બૂટકેમ્પ્સ પણ યોજાશે.
બંને સંસ્થાઓ મળીને સપ્લાય ચેઇન ફેસ્ટ, સંયુક્ત સંશોધન, હેકાથોન, કેસ ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે. CoE કાર્યક્રમ હેઠળ BIMTECH 12 વિદ્યાર્થી ટીમો પસંદ કરશે, જેમાંથી Hexalog ટોચની 5 ટીમોને પસંદ કરશે. પસંદ થયેલી દરેક ટીમને “Hexalog Credits” રૂપે ₹1 લાખ સુધી સહયોગ મળશે.
Hexalog Technologies ના CEO અને સહ-સ્થાપક દિબ્યાંશુ ત્રિપાઠીએ જણાવ્યું કે આ ભાગીદારી માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ વિદ્યાર્થીઓને લાઇવ ડેટા, વાસ્તવિક નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગના અસલી પડકારો સાથે જોડતી કાર્યરત પહેલ છે.


