Saturday, September 5, 2026
HomeIndiaઅશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી આઈપીએલ સીઝનની સત્તાવાર...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી આઈપીએલ સીઝનની સત્તાવાર સ્પોન્સર બની

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે.

આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે.

આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

 ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએજે શ્રેષ્ઠતાસુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએઅમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએજેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે.”

ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએઆઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છેતેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે ભાગીદારી હાઈ પર્ફોર્મન્સસ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.

અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે  અંગે જણાવ્યું હતું કે, અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથીપણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છેતે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here