મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ કમલનાથે ખેડુતોનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો છે. કમલનાથે સૌથી પહેલા ખેડુતોને દેવા માફીની ફાઇલ પર સહી કરી સંબંધિત વિભાગને દેવા માફીની સુચના જાહેર કરી દીધી છે.
જે સુચના મુજબ 31 માર્ચ 2018 સુધી ખેડુતો દ્વારા રાષ્ટ્રીય અથવા સહકારી બેંકો પાસે પાક માટે લીધેલી લોન પર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, જો તેમની સરકાર બને તો 10 દિવસોની અંદર ખેડુતોનું દેવું માફ કરી દેવામાં આવશે. જે વાયદો પૂર્ણ કરવા મધ્યપ્રદેશમાં સરકારે પહેલા આ કામ કર્યું છે