દેશના ઉદ્યોગ અને નવીનતામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કંપનીઓને સન્માનિત કરવા માટે આયોજિત MSME મેક ઈન ઇન્ડિયા ઇનિશિએટિવ એવોર્ડ્સ 2024માં એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડને “બેસ્ટ ઈન ક્લાસ ઈનોવેશન એવોર્ડ ઇન મેન્યુફેક્ચરિંગ” દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ પ્રખ્યાત એવોર્ડ સમારંભનું આયોજન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું હતું.આ એવોર્ડ એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડના નવીનતમ ઉત્પાદન પ્રક્રિયાઓ માટેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે જે ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઉત્પાદનો દ્વારા હોમ ડેકોર, ફિટનેસ અને લાઇફસ્ટાઇલ, વગેરે ક્ષેત્રે કંપનીના અનોખા યોગદાનને દર્શાવે છે.એવોર્ડ સ્વીકારતાં, એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પલ્લવ દોશી એ જણાવ્યું, “આ એવોર્ડ અમારી ટીમના પરિશ્રમ, નવીન વિચારસરણી અને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અમારી પ્રતિબદ્ધતાનું માન્યતારૂપ છે. મેક ઈન ઇન્ડિયા અભિયાન માટે યોગદાન આપવાથી અમે ગૌરવ અનુભવી રહ્યાં છીએ, અને આ સન્માન અમને ગુણવત્તા, સલામતી અને જવાબદારીના ઉત્તમ ધોરણો તરફ વધુ પ્રેરિત કરે છે.”આ સન્માન એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડ માટે નવીનતા અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ પ્રગતિ માટે પ્રેરણારૂપ છે. કંપની વિશ્વભરના ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને પર્યાવરણીય પ્રિય ઉત્પાદનો પહોંચાડવાના તેના લક્ષ્ય માટે અનવરત પ્રતિબદ્ધ છે.
MSME મેક ઈન ઇન્ડિયા ઇનિશિએટિવ એવોર્ડ્સ 2024માં “બેસ્ટ ઈન ક્લાસ ઈનોવેશન એવોર્ડ ઇન મેન્યુફેક્ચરિંગ” માટે એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડને સન્માનિત કરાયું
Date: