![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/14-2.jpg)
31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે અનઓડિટેડ સ્વતંત્ર અને સંગઠીત પરિણામો પર વિચારણા કરવા અને મંજૂર કરવા માટે આજે મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી.મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ મેનેજમેન્ટ હેઠળની કોન્સોલિડેટેડ લોન એસેટ્સ FY25ના 9M માં વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂ. 1,11,308 કરોડ થઈ જે ગયા વર્ષે 82,773 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન મેનેજમેન્ટ હેઠળની કોન્સોલિડેટેડ લોન એસેટ્સ રૂ. 7,159 કરોડ થઈ એટલે કે QoQ 7 ટકાનો વધારો થયો. 9M FY25 માટે ટેક્સ પછીનો સંગઠીત નફો રૂ. 3,908 કરોડ થયો જે ગયા વર્ષે 3,285 કરોડ હતો, જે 19 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. FY25ના Q3 માટે ટેક્સ પછીનો સંગઠીત નફો વાર્ષિક ધોરણે 21 વધીને રૂ. 1,392 કરોડ થયો જે Q3 FY24માં 1,145 કરોડ હતો.મુથૂટ ગ્રૂપના ચેરમેન જ્યોર્જ જેકબ મુથૂટે જણાવ્યું હતું કે, “અમને ક્વાર્ટરથી ક્વાર્ટરના ધોરણે સતત વૃદ્ધિની જાણ કરતાં આનંદ થાય છે. અમારી સંગઠીત લોન એસેટ્સ અંડર મેનેજમેન્ટ વધુ એક સીમાચિહ્ન પાર કરીને 1,11,000 કરોડ રૂપિયા છે, જ્યારે અમારી સ્ટેન્ડઅલોન લોન એયુએમ રૂ. 97,000 કરોડ છે. પેટાકંપનીઓનું યોગદાન 14 ટકા છે. આ ઉપરાંત 9M FY25 માટે ટેક્સ પછીનો અમારો સંગઠીત નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 3,908 કરોડ થયો છે. સાનુકૂળ મેક્રોઇકોનોમિક સૂચકાંકો વચ્ચે યુનિયન બજેટની સકારાત્મક ટેક્સ સુધારણાની જાહેરાતો, રાજકોષીય ખાધ લક્ષ્યાંક પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા એક વપરાશનું ચક્ર શરૂ કરે તેવી અપેક્ષા છે, સામાન્ય આર્થિક દૃષ્ટિકોણ આશાસ્પદ લાગે છે. આ ઉપરાંત લિક્વિડિટી વધારવા પર આરબીઆઈનું ફોકસ અને 5 વર્ષમાં પ્રથમ વખત બેન્ચ માર્ક વ્યાજ દર ઘટાડવાનું પગલું, આશાવાદી દૃષ્ટિકોણ દર્શાવે છે. વૈવિધ્યસભર ફાઈનાન્શિયલ સર્વિસના પ્રદાતા તરીકે ઉભરી આવવાના અમારા વિઝનને અનુરૂપ અમે બિઝનેસ લોન્સ, એસએમઈ લોન, પ્રોપર્ટી સામે લોન અને પર્સનલ લોન સહિત અમારા નવા પ્રોડક્ટ પોર્ટફોલિયોને સક્રિયપણે વિસ્તારી રહ્યા છીએ. આ ઓફરો અમારા મુખ્ય ગોલ્ડ લોન બિઝનેસને પૂરક બનાવે છે, ગ્રાહકોને અનુરૂપ નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે તથા અમને અમારા કસ્ટમર બેઝ અને આવકના પ્રવાહને વિસ્તૃત કરવામાં સક્ષમ બનાવે છે. અમે અમારા નોન-ગોલ્ડ લોન સેગમેન્ટમાં જેમ જેમ વધારો કરીએ છીએ અને પેટાકંપનીઓ તરફથી યોગદાનમાં વધારો કરીએ છીએ. આગામી પાંચ વર્ષમાં તેમનો હિસ્સો 18-20 ટકા સુધી વધારવાના માર્ગ પર છીએ. અમે તમામ હિસ્સેદારો માટે સર્વસમાવેશક વૃદ્ધિ અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણને ચલાવવા માટે અમારી ક્ષમતાનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”
મુથુટ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથુટે જણાવ્યું હતું કે, “અમને અમારા મજબૂત પ્રદર્શનના માર્ગ પર વધુ એક મજબૂત ક્વાર્ટરની જાણ કરતાં આનંદ થાય છે. FY25ના Q3માં અમારી સ્ટેન્ડઅલોન લોન એયુએમ રૂ. 26,305 કરોડની નોંધાઈ હતી જે અમારા કોર ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં વાર્ષિક ધોરણે 37 ટકા વૃદ્ધિને આભારી છે. 9M દરમિયાન ગોલ્ડ લોનમાં 21,660 કરોડ રૂપિયાનો વધારો થયો છે જે 29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ગોલ્ડ લોનની ઝડપી માંગ સાથે આ બાબત સુસંગત હતી. 9M માટે ટેક્સ પછીનો અમારો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 23 વધીને રૂ. 3,693 કરોડ નોંધાયો હતો. ગોલ્ડ લોન એડવાન્સિસમાં આવેલો ઉછાળો એ માત્ર અમારા ગ્રાહકોનો વિશ્વાસ જ નહીં, પરંતુ ભારતની આર્થિક ગતિની સ્થિતિસ્થાપકતા પણ દર્શાવે છે. અમારી પેટાકંપનીઓમાં અમારી હાઉસિંગ ફાઇનાન્સ શાખામાં વૃદ્ધિ જોવા મળી છે જેણે 9M FY25માં ₹880 કરોડ ફાળવ્યા જે ગયા વર્ષના ₹493 કરોડથી વધુ છે. અમે માઇક્રોફાઇનાન્સ સેક્ટરમાં પડકારોનો સામનો કરવા માટે તંદુરસ્ત ફાળવણી કરી છે, અને અમારું ધ્યાન કલેક્શનને મજબૂત કરવા અને લોન બુકની ગુણવત્તા વધારવા પર ચાલુ છે. અમે ઉદ્યોગની સ્થિતિનું નિકટતાથી નિરીક્ષણ કરી રહ્યા છીએ, અમે આને એક પરિવર્તનકારી મુદ્દા તરીકે જોઈએ છીએ, તથા આગામી બે ત્રિમાસિક ગાળામાં તેનો ઉકેલ લાવવાની અપેક્ષા રાખીએ છીએ. અમારા બ્રાન્ચ નેટવર્કના વિસ્તરણ અને ડિજિટલ પ્લેટફોર્મને અપનાવવાથી ગ્રાહકોનું એન્ગેઝમેન્ટ વધુ મજબૂત બન્યું છે, જેમાં ટ્રાન્ઝેક્શનનો નોંધપાત્ર હિસ્સો હવે ડિજિટલ ચેનલો દ્વારા કરવામાં આવે છે.”