આ ડિજિટલ સેન્સેશન મહિલાના સર્વ ચહેરાઓને હકારાત્મક રીતે અપનાવતાં પોતાને કરીના કપૂર ખાન જેવી બનાવવા માગે છે!
સારો પગાર, મતાધિકાર અને ઓછા કામકાજના કલાકોથી લઈને શક્તિશાળી મહિલા અને તેના અલગ અલગ અવતારોની ઉજવણી કરવા જેવા મૂળભૂત અધિકારો માટે કૂચ કરવા સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વર્ષોનાં વહાણાં વીતવા સાથે ઉત્ક્રાંતિ પામી છે. અગ્રણી હોમગ્રોન શોર્ટ ફોર્મેટ વિડિયો એપ એમએક્સ ટકાટક આધુનિક ભારતીય નારીને સલામી આપે છે અને #MyWowWoman challenge શરૂ કર્યો છે, જે મહિલાના જીવનકાશમાં ઉત્તમ જીવન જીવવાનો પ્રયાસ કરવાથી લઈને વિવિધ ભૂમિકાઓને સલામ કરે છે.આવી જ એક મહિલા સમાજની જૂની ઘરેડમાંથી બહાર આવી છે અને લગ્ન પછી પણ સપનાં સાકાર કરવા આગળ વધી, ગર્ભાવસ્થાના પ્રવાસને દસ્તાવેજિત કરવા સાથે યુવા માતા તરીકે વિડિયો અપલોડ કરવા સુધીની કામગીરી આબાદ પાર પાડી છે, જે છે ડિજિટલ ઈન્ફ્લુએન્સર ખુશી પંજાબન.મોડેલ, અભિનેત્રી, પત્ની અને માતા ખુશી પંજાબન ખુશી ચૌધરી તરીકે ઓળખાય છે, જે સમાજે મહિલાની વિવિધ ભૂમિકાની સરાહના કઈ રીતે કરવી જરૂરી છે તેનો પ્રતીકાત્મક દાખલો છે. સપનાં સાથે અડગ રહેતાં આ મહિલાએ દરેક ભૂમિકા આબાદ પાર પાડી છે અને તે માટે કરીના કપૂર ખાનનો આભાર માનવા માગે છે.
આ ઈન્ફ્લુએન્સર કહે છે, અભિનેત્રીએ મને આત્મવિશ્વાસ આપ્યો કે હું બધું જ કરી શકું છું. હવે આ પ્રેરણા ખરેખર મૂલ્યવાન છે.આ વિશે બોલતાં ખુશી પંજાબન કહે છે, આપણને એવું કહેવામાં આવ્યું છે કે મહિલાએ સમાજ ચાહે તે બનવું જોઈએ, પરંતુ હું માનું છું કે તેણે પોતે જે ચાહે તે બનવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓને ભણવા દેવાતી નથી, લગ્ન પછી તેમનાં સપનાં સાકાર કરવા દેવાતાં નથી, પરંતુ હું ભાગ્યશાળી છું કે મારા માર્ગમાં અનેક અવરોધો આવવા છતાં મેં હાર માની નહોતી.હું પરિણીત છું અને હાલમાં એક સંતાન પેદા થયું છે. જોકે હું મારાં બધાં સપનાં સાકાર કરવા સાથે પરિપૂર્ણ જીવન જીવી રહી છું. હું ખરેખર ઉત્તમ દાખલો બેસાડવા માટે કરીના કપૂર ખાનનો આભાર માનવા માગું છું. તે ધાર્યું કરીને રહે છે અને તે વિશે સંપૂર્ણ કમ્પોઝડ છે. મેં તેની પરથી ભરપૂર પ્રેરણા લીધી છે. સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર હોઈ દુનિયાને એ બતાવવાની ખુશી થાય છે કે મહિલા લગ્ન પછી જીવનમાં થંભી જાય એવું જરૂરી નથી. એમએક્સ ટકાટક સાથે સંકળાઈને મારી આ માન્યતા વધુ દઢ બની છે. આ મંચ પર કોઈ કમજોર જાતિ નથી, આપણા બધાનું એકસમાન સન્માન થવું જોઈએ અને એકસમાન આદર થવો જોઈએ.આ મહિલા દિવસ પર #MyWowWoman Challenge પર જોડાઓ, કારણ કે એમએક્સ ટકાટક પોતાની પર પોતાનું નિયંત્રણ હોય કે નહીં હોય તો પણ જીવન પરિપૂર્ણ જ જીવવું જોઈએ. એમએક્સ ટકાટક તેમને બધાને સલામ કરે છે!