
ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક અને વિશેષ સારવાર પૂરી પાડવા માટે, નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ એ અમદાવાદ, ગુજરાતમાં પુખ્ત અને બાળ હેપેટોલોજી તથા ગેસ્ટ્રોએન્ટરોલોજી ઓપીડી સેવાઓની શરૂઆત કરી છે. આ પહેલ તે વ્યક્તિઓ માટે નિષ્ણાત સલાહ અને અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે યકૃતની બીમારી થી પીડાતા હોય, જેથી તેમને ઘર આંગણે જ સમયસર અને યોગ્ય સારવાર મળી શકે.નવી શરુ કરાયેલી ઓપીડી સેવાઓ દર મહિને નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેપાટો-પેન્ક્રિયાટિક-બિલિયરી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી નિષ્ણાતોની ટીમ દ્વારા 501 – 502, ક્ષિતિજ એરીયા, નવરંગપુરા, અમદાવાદ ખાતે દર મહિનાના બીજા મંગળવાર અને બુધવાર ના રોજ સાંજના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ પહેલ, દર્દી-કેન્દ્રિત અભિગમ તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું છે, જે પુખ્ત અને બાળ યકૃત સારવાર વચ્ચે રહેલા અંતરને દૂર કરી રહ્યું છે. આ સેવાઓ અંતર્ગત અંતિમ તબક્કાના યકૃત રોગો માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવા અદ્યતન અને અસરકારક ઉપાયો ઉપલબ્ધ કરાશે.યકૃત સંબંધિત રોગો ગંભીર આરોગ્ય જોખમો પેદા કરી શકે છે અને જો સમયસર સારવાર ન મળે તો યકૃત નિષ્ફળતા (લિવર ફેઇલ્યોર) જેવી ગંભીર જટિલતાઓ સર્જાઈ શકે છે. સમયસર હસ્તક્ષેપના મહત્ત્વ પર ભાર મૂકતા, નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના હેપાટો-પેન્ક્રિયાટિક-બિલિયરી સર્જરી, લિવર અને મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ડિરેક્ટર, ડો. ગૌરવ ચૌબલ જણાવે છે કે, “જિનેટિક પ્રવૃત્તિ, અચળ જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો ભારતના અનેક વિસ્તારોમાં તીવ્ર અને લાંબા ગાળાના યકૃત રોગો વધારવામાં મુખ્ય કારણ છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં અમારી આઉટરીચ સેન્ટર્સ દ્વારા, અમે ઉચ્ચ જોખમ ધરાવતા પુખ્ત અને બાળકો માટે સમયસર ચકાસણી, યોગ્ય સારવાર અને યકૃત તથા પાચન આરોગ્યના ધોરણોને ઉંચા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”મેક્સ હેલ્થકેરના વેસ્ટર્ન રીજનના ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, ડો. વિવેક તલાઉલિકર એ જણાવ્યું કે, “મેક્સ હેલ્થકેર ટીયર II અને ટીયર III શહેરોમાં અદ્યતન રોગ વ્યવસ્થાપન નીતિ ઓ દ્વારા દરેક ઉંમરના દર્દીઓ માટે યકૃત સારવારની પહોંચ વધારવા માટે પ્રયત્નશીલ છે. અમારી વિશિષ્ટ મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ, જેમ કે યકૃત, પેન્ક્રિયાસ અને આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ, અંતિમ તબક્કાના યકૃત નિષ્ફળતા ધરાવતા દર્દીઓ માટે નવી આશા આપી શકે છે. આ ઓપીડી સેવાઓ દ્વારા અમે શરૂઆતમાં ચકાસણી, જાગૃતિ અભિયાન અને સમયસર હસ્તક્ષેપ સુનિશ્ચિત કરીને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ ની ખોટ પૂરવામાં પ્રતિબદ્ધ છીએ.”અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં શરૂ કરાયેલા આ ઓપીડી સેવાઓથી, નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એ સમગ્ર ભારતમાં વિશ્વસ્તરીય આરોગ્ય સેવા પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી છે. કોઈપણ વ્યક્તિનું આરોગ્ય માત્ર સંસાધન ની અછત અથવા અવગણનાને લીધે ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે, હોસ્પિટલ દ્વારા ગુજરાત સહિત ચાર રાજ્યોમાં 17 થી વધુ ઓપીડી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પહેલ દ્વારા મેટ્રોપોલિટન શહેરોની બહાર વિશિષ્ટ તબીબી નિષ્ણાતોની પહોંચ વધારવા અને અદ્યતન આરોગ્ય સેવા વધુ સુલભ બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.