Saturday, March 7, 2026
HomeGujaratશ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌમાતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગૌમાતા પોતાના સમગ્ર જીવનકાલ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે. ગૌમાતાનું દૂધ સર્વોત્તમ છે એનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણાપણું હોય છે તે જોવા મળે છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. જેના પરિણામે આપણે ગૌમાતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ. વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે ગૌ માતાનું સંરક્ષણ. આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધ એ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ તેવું કહી રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે. જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌમાતા જ આપે છે જે ગૌમાતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ધરતીપુત્રો રાસાયણિક કૃષિ ત્યજી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે “રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન” બનાવી પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા આપી છે, જેના માટે રાજ્યપાલે વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધરતીપુત્રો જો ગૌમાતાનું સંરક્ષણ અને સંવર્ધન કરે તેનું પાલન પોષણ કરે તો ગૌમાતા તેમની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપી ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવી શકે છે.આ પ્રસંગે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌસેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂપરેખા આપી હતી.આ પ્રસંગે મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું. શ્રી દ્વારકા ગૌશાળા કમીટીના અગ્રણી રામજીભાઈ મજીઠીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગૌશાળાની મુલાકાત લઈ રાજ્યપાલે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌ સંવર્ધન અને ગૌશાળા સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, એસ.ડી.એમ. અમોલ આવતે, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી, અધિકારીઓ, ગૌશાળાના ટ્રસ્ટ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો તથા શ્રી દ્વારકા ગૌશાળા કમીટીના સ્વામી નિલેશાનંદજી, રામજીભાઇ મજીઠિયા, મહેશભાઇ ગોકાણી, વિજયભાઇ ભાયાણી, શૈલેષભાઇ ઘઘડા, ડૉ રવિભાઈ વરોતરિયા, નરેન્દ્રભાઈ કક્કડ, વિજયભાઈ ગોકાણી, સંજયભાઈ નકુમ, અમીતભાઈ રામાનુજ, અશોકભાઈ રાજાણી, ભરતભાઈ વિઠ્ઠલાણી, કનૈયાલાલ હરીદાસ વિઠ્ઠલાણી, ધવલ રમેશભાઈ વિઠ્ઠલાણી, ભદ્રેશભાઈ ધોકાઈ, તથા મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દ્વારકા ગૌશાળા કમીટી અંગેની વિશેષ માહિતી માટે રામજીભાઈ મજીઠિયા (મો.93775 88011) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here