
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં 33માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીનાં ઉપાસના રંગમંચ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી “ગાશે ગુજરાત” લોકસંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકસંગીતના કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક બ્રિજેશ પારેખ અને તેમના સાથી કલાકારોએ ગીતસંગીતનાં માધ્યમથી હાજર મનોદિવ્યાંગ લાભાર્થીઓ અને એમના પરિવારજનોનું મનોરંજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 26 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ બનાવેલા પેઇન્ટિંગનું એકઝીબીશન રાખવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ, કોર્પોરેટર ભાવિબેન પંચાલ અને પથિક પંચાલ, કયુ એક્સ કંપનીનાં વિશાલજી અને ચંદ્રશેખરજી એ સંસ્થાના એન્યુઅલ રિપોર્ટનું વિમોચન કરી કાર્યક્રમ ની શરૂઆત કરાવી હતી.