
કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા સિંઘાનિયાએ હાલમાં જ બેલ્જિયમમાં યોજાયેલી પ્રતિષ્ઠિત એઝેલહોફ સીએસઆઈ લિયર ઘોડેસવારી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને સાથે જ દેશને અપાર ગૌરવ અપાવ્યું છે.આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોની સામે સ્પર્ધા કરતી વખતે, ઉદ્યોગપતિ અને રેમન્ડના સીએમડી ગૌતમ સિંઘાનિયાની મોટી દીકરી નિહારિકાએ દેશને ગોલ્ડ લાવવા માટે અસાધારણ પ્રતિભા અને સંયમ દર્શાવ્યો હતો. ઇવેન્ટ પછીના સમારોહમાં જીતની જાહેરાત કરતી વખતે બેકગ્રાઉન્ડમાં વાગતું ભારતીય રાષ્ટ્રગીત વૈશ્વિક મંચ પર દેશ માટે ગર્વની ક્ષણ હતી.ગૌરવાંતિત પિતા ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર આ અંગે પોસ્ટ કરી છે.આ જીત નિહારિકા માટે ફક્ત વ્યક્તિગત જીત નથી પણ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે એક શક્તિશાળી પ્રેરણા છે. તે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિવિધ પ્રતિભાઓને પારખવા પર ભાર મૂકે છે અને સમર્પણ, કઠોર તાલીમ અને અતૂટ જુસ્સો કેવી રીતે ઉચ્ચતમ અભ્યાસથી સફળતા તરફ દોરી જાય છે તેનું ઉદાહરણ આપે છે.નિહારિકાની સિદ્ધિ દ્રઢતા, શિસ્ત અને સખત અભ્યાસનો પુરાવો છે – આ સિદ્ધાંતો ઘણીવાર K-12 એજ્યુકેશન સિસ્ટમમાં સમજાવાય છે. ઘણી વખત આ સિસ્ટમ માં ભાર મૂકવામાં આવે છે.આ જીત વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં યુવા ભારતીયોની વધતી જતી ક્ષમતાઓ પર પ્રકાશ પાડે છે અને આ વિચારને મજબૂત બનાવે છે કે યોગ્ય સમર્થન અને નિશ્ચય સાથે, વિદ્યાર્થીઓ પરંપરાગત શૈક્ષણિક સીમાઓથી આગળ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી હાજરીનો પૂરાવો આપે છે.