Saturday, May 18, 2024
HomeWorldઅફઘાનિસ્તાનના 34માંથી 12 પ્રાંત પર કબજો; ભારતે પોતાના લોકોને કહ્યું- ફલાઇટ બંધ...

અફઘાનિસ્તાનના 34માંથી 12 પ્રાંત પર કબજો; ભારતે પોતાના લોકોને કહ્યું- ફલાઇટ બંધ થાય એ પહેલાં પરત આવી જાઓ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

કાબુલ: તાલિબાને અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કરી લીધો છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, તાલિબાને અત્યારસુધીમાં 34માંથી 12 પ્રાંત પર કબજો કર્યો છે. કંધાર પર તાલિબાને ગુરુવારે મોડી રાતે કબજો કર્યો છે. આ અંગે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ગુરુવારે એક વખત ફરી એડવાઈઝરી બહાર પાડી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ફલાઈટ બંધ થતાં પહેલાં ભારતીયો પરત ફરવાની વ્યવસ્થા કરે.એક એજન્સીને નામ ન આપવાની શરતે અફઘાનિસ્તાનના અધિકારીઓએ આ ઘટનાક્રમની માહિતી આપી છે. તાલિબાને ગુરુવારે અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર અને કાબુલની પાસે રણનીતિક પ્રાંતીય રાજધાની કંધાર પર કબજો કરી લીધો છે. કંધારમાં થોડા સપ્તાહ પહેલાં જ અમેરિકન સૈન્યનું મિશન સમાપ્ત થયું હતું. એ પછીથી અહીં તાલિબાને કબજો કર્યો છે. હેરાત પર કબજો જમાવ્યા પછી કંધારને જીતવું એ તાલિબાનની અત્યારસુધીની સૌથી મોટી સફળતા છે. તાલિબાને કંધાર પહેલાં અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીમાંથી 12ને એક સપ્તાહમાં જ કબજે કરી લીધી છે.તાલિબાને ઐતિહાસિક શહેરમાં મહાન મસ્જિદ પર કબજો કરી લીધો છે. આ મસ્જિદ ખૂબ જૂની છે. એને એક સમયે સિકંદરે લૂંટી લીધી હતી. તાલિબાને કંધારની સરકારી ઈમારતો પર કબજો કરી લીધો છે. ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું, ઈમારતમાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો, જ્યારે બાકીનું શહેર વિદ્રોહીઓના નિયંત્રણમાં ચાલ્યુ ગયું છે. ગજની પર કબજો કરવાને પગલે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો સંપર્ક દેશના દક્ષિણ પ્રાંતોથી કપાઈ ગયો છે, કારણ કે કાબુલને દક્ષિણી પ્રાંતો સાથે જોડનારા એક હાઈવે પર તાલિબાને કબજો કર્યો છે. એક સમયે આ હાઈવેની મદદથી અમેરિકા અને નાટો સૈનિકો તાલિબાનને પાછળ ધકેલવામાં સફળ રહેતા હતા.અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ઝડપથી બગડ્યા પછી અમેરિકાએ કાબુલમાં તેની એમ્બેસીના કેટલાક કર્મચારીઓને નીકળવામાં મદદ કરવા માટે 3000 સૈનિકોને મોકલ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગનના પ્રવકત્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે નેવીને બે બટાલિયન આગામી બે દિવસની અંદર કાબુલ એરપોર્ટ પર પહોંચી જશે. જે એમ્બેસીમાંથી કર્મચારીઓ અને અધિકારીઓને નીકળવામાં મદદ કરશે. આ રીતે બ્રિટને કહ્યું હતું કે અફઘાનિસ્તાન છોડનારા બ્રિટિશ નાગરિકોની મદદ માટે થોડા સમય માટે લગભગ 600 સૈનિકોને તહેનાત કરાશે.અમેરિકાના એક રિપોર્ટ મુજબ, કાબુલ 30 દિવસની અંદર તાલિબાનના દબાણ હેઠળ આવી શકે છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો તાલિબાન આ જ રીતે લડાઈ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે તો સમગ્ર દેશમાં પૂર્ણ નિયંત્રણ થોડા મહિનાઓમાં જ મેળવી લેશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here