કોરોનાનો એક કેસ સામે આવતા ન્યૂઝીલેન્ડમાં લોકડાઉનની જાહેરાત

0
20
કોરોનાનો માત્ર એક કેસ સામે આવતા જ દેશભરમાં લોકડાઉન, ઓકલેન્ડમાં મળ્યો એક સંક્રમિત
કોરોનાનો માત્ર એક કેસ સામે આવતા જ દેશભરમાં લોકડાઉન, ઓકલેન્ડમાં મળ્યો એક સંક્રમિત

કોરોનાની દસ્તકે ન્યૂઝીલેન્ડને એલર્ટ કરી દીધું છે. મંગળવારે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં કોરોનાનો એક કેસ સામે આવતા જ વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને દેશભરમાં લોકડાઉન લગાવી દીધું છે.એક સંવાદદાતા સમ્મેલનમાં જેસિંડા અર્ડર્ને કહ્યું કે ઑકલેન્ડમાં પૂરા સાત દિવસનું લોકડાઉન રહેશે. જ્યારે બાકીના શહેરોમાં લોકડાઉન ત્રણ દિવસનું રહેશે, જે આજે રાત્રેથી લાગુ થશે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડાએ લોકોને ઘરે રહીને જ કામ કરવાની સલાહ આપી છે. લોકડાઉન દરમિયાન તમામ શાળા-કોલેજો બંધ રહેશે.ન્યૂઝીલેન્ડનાઅધિકારીઓએ જણાવ્યુ હતું કે ઑકલેન્ડમાં મળી આવેલા એક સંક્રમિતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણ છે. જો કે હજી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી.ન્યૂઝીલેન્ડે વિશ્વ કરતાં કોરોના સામે વધુ સારી લડાઈ લડી છે. વિશ્વની તુલનામાં અહીં કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યા અત્યંત ઓછી છે. ખરેખર, ન્યૂઝીલેન્ડે કોરોના શરૂ થતાં જ તેના દેશની તમામ સરહદો સીલ કરી દીધી હતી. જ્યારે, જીનોમ સિક્વન્સિંગની મદદથી કોરોના પર અહીં વધુ સારી રીતે કાબૂ મેળવવામાં આવ્યો હતો. નિષ્ણાંતો અનુસાર કોવિડમાં સતત મ્યૂટેશન થાય છે અને તે બદલાઈ રહ્યો છે. કોરોના વાયરસના ફેરફારને અનુરૂપ જ વેક્સિનેશન કરવામાં આવે છે.ભલે કોરોનાનો કેસ સામે આવતા જ ન્યુઝીલેન્ડ સાવધાન થઈ ગયું હોય, પરંતુ વેક્સિનેશનની ધીમી ગતિ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. જ્યારે, ન્યુઝીલેન્ડ જ એવો દેશ છે જ્યાં સૌ પ્રથમ લોકડાઉન હટાવવામાં આવ્યું હતું.