
મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અર્થપૂર્ણ ટ્વિસ્ટ સાથે મધર્સ ડેની ઊજવણી કરી રહી છે. મહિલાઓની સર્વાંગી સુખાકારી માટેની તેની બ્રાન્ડ અર્થ દ્વારા એમક્યોર 2025ની આઈસ બકેટ ચેલેન્જને પુનઃજીવિત કરવા માટે જોડાઈ રહી છે પરંતુ આ વખતે તેનું ધ્યાન મેનોપોઝના સશક્ત કારણ પર હશે.2014માં એએલએસ માટેની જાગૃતતા લાવવા માટે આઈસ બકેટ ચેલેન્જે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. હવે એક દાયકા કરતા વધુના સમય પછી આ ચેલેન્જ ફરીથી વાઇરલ થઈ રહી છે. પરંતુ એમક્યોરની અર્થે આ ચેલેન્જ કંઈક અલગ રીતે ડિઝાઇન કરી છે. અર્થ એક નવા હેતુ સાથે ટ્રેન્ડમાં જોડાઈ છે. તેનો ઉદ્દેશ તમામ મહિલાઓ જીવનના તબક્કામાં જે સમસ્યામાંથી પસાર થાય છે પરંતુ તેના વિશે ખૂબ ઓછી વાત કરે છે તે મેનોપોઝ અંગે ચર્ચા છેડવાનો છે.સોશિયલ મીડિયા પરના કેમ્પેઇન વીડિયોમાં બરફનું ટબ લઇને ઉભેલા યુવાનોને દર્શાવાયા છે. દરેક યુવાન ઊંડો શ્વાસ લે છે અને તેમના માથા પર બરફના ટુકડા ઢોળી દે છે. એ જ ક્ષણે સિસકારા બોલાવતા તેઓ હસતાં-હસતાં હચમચી જાય છે. જેમ જેમ તેમની પ્રતિક્રિયાઓ બહાર આવે છે તેમ તેમ સ્ક્રીન પર એક શક્તિશાળી મેસેજ દેખાય છે. આઈસ બકેટ ચેલેન્જ ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની ગરમી અમારી માતાઓ માટે રોકાઈ નહોતી. – આ એક એવી શક્તિશાળી લાઇન છે જે મેનોપોઝના મોટાભાગે અવગણવામાં આવતા લક્ષણો પર ધ્યાન ખેંચે છે.પેરિમેનોપોઝ અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો મહિલાઓ માટે ખૂબ જ મહત્વનો અને પડકારજનક સમય હોય છે જે શારીરિક, લાગણીકીય અને માનસિક હોય છે. એમક્યોરની જાગૃતતા પહેલ યાદ અપાવે છે કે આપણી માતાઓ શરીરની દાહ, રાતે પરસેવો થવો, સ્વભાવ બદલાવો અને બીજી અનેક સમસ્યાઓને શાંતિથી સહન કરતી હોઇ શકે છે અને તેમની આસપાસના લોકોને મહદઅંશે તેની ખબર હોતી નથી કે તે અંગે ચર્ચા કરવા પર ધ્યાન આપતા નથી.કેમ્પેઇન અંગે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર નમિતા થાપરે જણાવ્યું હતું કે મેનોપોઝના ચડાવ-ઉતારનો અનુભવ કરનાર એક મહિલા અને માતા તરીકે હું ખરેખર માનું છું કે આ મહત્વના મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ, ખાસ કરીને મધર્સ ડે પર. એમક્યોર હંમેશા મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતતા લાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને અર્થના આ કેમ્પેઇનથી અમે પોતાની દ્રઢ માન્યતાને રજૂ કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે અર્થપૂર્ણ અસર ઊભી કરશે.આ બોલ્ડ નવી વાર્તા સાથે, એમક્યોરનો ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવા, પરિવારોને શિક્ષિત કરવા અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે વાતચીતને સામાન્ય બનાવવાનો છે. આ મધર્સ ડે પર, બ્રાન્ડ દરેકને એ સ્વીકારવા વિનંતી કરે છે કે સાચી ઉજવણી ફક્ત ભેટો અને શુભેચ્છાઓમાં જ નહીં, પરંતુ સહાનુભૂતિ, જાગૃતિ અને અર્થપૂર્ણ સંવાદમાં રહેલી છે.અર્થની વિમેન વેલનેસ રેન્જ તેના સપ્લીમેન્ટ્સ સાથે પેરીમેનોપોઝ અને મેનોપોઝ રાહત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે: ર્થ પેરીમેનોપોઝ મલ્ટી-સિમ્પટમ સપોર્ટ, અર્થ બ્રેઈન ફોગ એઇડ, અર્થ ઈન્ટીમેટ ક્રીમ, અર્થ બોન હેલ્થ સપોર્ટ, અર્થ સ્લીપ સપોર્ટ ગમીઝ અને અર્થ ફેટીગ સપોર્ટ. આ બધી રેન્જ મહિલાઓને આ યાત્રામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે.આ મધર્સ ડે પર, પુનઃકલ્પિત આઇસ બકેટ ચેલેન્જ ફક્ત એક કેમ્પેઇન જ નહીં, પણ આ દિશામાં કામ કરવા માટેનું આહ્વાન છે અને તે છે આગળ આવીને મેનોપોઝ પર વાતચીત શરૂ કરવા માટે પોતાની જાતને પડકાર આપવો.