
આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા બુધવાર, 07.05.2025 ના રોજ ઓફિસર્સ ક્લબ – ભાવનગર પરા ખાતે ગ્રુપ “D” કર્મચારીઓ માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળના અધ્યક્ષા શ્રીમતી સંતોષીજીએ મંડળના 22 સંરક્ષા શ્રેણીના કર્મચારીઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માનિત કર્યા.પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ચર્ચગેટ (મુંબઈ)ના અધ્યક્ષા, શ્રીમતી મીતા શ્રીવાસ્તવએ ભાવનગર મંડળના બે કર્મચારીઓ શ્રી છગન ભલ્લા (શંટીંગ જમાદાર, બોટાદ) અને શ્રી મીપા વીરા (ખલાસી સી એન્ડ ડબલ્યુ, પોરબંદર)ને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા, તેને આ ફંક્શનમાં આપવામાં આવ્યું હતું.શ્રીમતી સંતોષીજીએ કહ્યું કે અમારા મંડળના કર્મચારીઓ સખત મહેનતથી ટ્રેનો ચલાવે છે, જેના પરિણામે અમારું મંડળ પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે.આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળના ઉપપ્રમુખ શ્રીમતી મોનિકા શર્મા અને અન્ય મહિલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.