
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા 27.03.2025 (ગુરુવાર) ના રોજ ઓફિસર્સ ક્લબ-ભાવનગર પરા ખાતે સમૂહ “ઘ” મહિલા કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સારિકા દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓને ડો. સારિકાએ સર્વાઈકલ કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં 50 જેટલી મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહિલા કર્મચારીઓને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી સંતોષી જી દ્વારા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળના ઉપાધ્યક્ષા શ્રીમતી મોનિકા શર્મા અને અન્ય મહિલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.