ચેન્નઈ : મદ્રાસ હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ એડપ્પાડી કે. પલાનીસ્વામીને પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના વચગાળાના મહાસચિવ પસંદ કરાયા. બેઠકમાં AIADMK જનરલ કાઉન્સિલે મહાસચિવ પદને ફરીથી સ્થાપિત કરવા અને પાર્ટીના સભ્યો દ્વારા પદ માટે એક વ્યક્તિની ચૂંટણી કરવા માટે પ્રસ્તાવ પાસ કર્યો. ચૂંટણી 4 મહિના બાદ થશે. આ સિવાય બેઠકમાં પાર્ટીના બેવડા નેતૃત્વને ખતમ કરવા અને પાર્ટી માટે નાયબ મહાસચિવ પદ બનાવવાનો ઠરાવ પસાર કર્યો.AIADMKની જનરલ કાઉન્સિલની બેઠકમાં પેરિયાર, એમજી રામચંદ્રન (એમજીઆર) અને જયલલિતાને ભારત રત્ન આપવાની માગનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ઈ પલાનીસ્વામીની અધ્યક્ષતામાં અન્નાદ્રમુક જનરલ કાઉન્સિલ બેઠકમાં 16 પ્રસ્તાવો પાસ કરાય તેવી આશા છે.તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમની અરજીને ફગાવતા મદ્રાસ હાઈકોર્ટે આજે થનારી AIADMK જનરલ કાઉન્સિલની બેઠક માટે લીલી ઝંડી આપી હતી. પનીરસેલ્વમે બેઠકને રોકવા માટે હાઈકોર્ટમાં અરજી આપી હતી. હાઈકોર્ટનો નિર્ણય આવતા જ પનીરસેલ્વમ સમર્થકોએ ઈ પલાનીસ્વામીના નેતૃત્વમાં પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠક પહેલા અન્નાદ્રમુક કાર્યાલયનો દરવાજો તોડી દીધો. આ સિવાય સમર્થકોએ રસ્તા પર પણ સૂત્રોચ્ચાર કર્યા. જોકે વિરોધ છતાં AIADMK નેતા પલાનીસ્વામી બેઠક માટે પોતાના આવાસમાંથી રવાના થઈ ગયા. મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા તેમના સ્વાગત માટે રસ્તામાં એકઠા થયા.