Tuesday, January 21, 2025
HomeGujaratAhmedabadPM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ગેરકાયદે બાંધકામ કરવા બદલ મળી નોટિસ

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ગેરકાયદે બાંધકામ કરવા બદલ મળી નોટિસ

Date:

spot_img

Related stories

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને સ્પેશ્યલ લેન્સે ‘બાબા ભૂતમારીના’ને આપ્યો વિચિત્ર...

હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને...

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા...

ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના...

10 વર્ષમાં એવું શું થયું? અમદાવાદમાં 55605 બાળકો ખાનગી...

દેશમાં વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગથી માંડીને દરેકને નડી રહી...
spot_img

ગેરકાયદે બાંધકામ કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીએમ મોદીના સગા ભાઈ પ્રહલાદ મોદીને ત્રણ નોટિસ ફટકારી છે. પ્રહલાદ મોદીને શહેરના રબારી કોલોની વિસ્તારમાં આવેલી પોતાની રેશનિંગની દુકાનની બાજુમાં ગેરકાયદે બાંધકામ કરવાનો આરોપ છે. આ મકાનને આવતા મહિને તોડી પાડવામાં આવશે તેવું પણ સૂત્રોનું કહેવું છે.કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, પ્રહલાદ મોદી દ્વારા કરાયેલું બાંધકામ ગેરકાયદે છે, અને તેમને આ બાંધકામ અટકાવવા તેમજ પોતાનો પ્લાન મંજૂર કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હાલ છત્તિસગઢમાં રહેલા પ્રહલાદ મોદીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, તેમને પોતાના સૂત્રો દ્વારા ખબર પડી છે કે, તેમને નોટિસ મોકલવામાં આવી છે.પ્રહલાદ મોદીએ દાવો કર્યો છે કે, તેમણે ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને નિયમિત કરાવ્યું હતું. પરંતુ 2015માં તેમને લાગ્યું કે આ બાંધકામ ગમે ત્યારે પડી જશે, માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પત્ર લખીને બાંધકામની ચકાસણી કરી તે જૂનું બાંધકામ છે તેવું સર્ટિફાય કરવા કહ્યું હતું, પરંતુ કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું નહીં, અને તે જ ગાળામાં બાંધકામ તૂટી પડ્યુંતેમનું કહેવું છે કે, બાંધકામ તૂટી પડ્યું તેમમાં કોઈને ઈજા નહોતી થઈ. જો તેમ થયું હોત તો મોટો વિવાદ સર્જાયો હોત. કોર્પોરેશન દ્વારા જૂના બાંધકામને નિયમિત કરી દેવાયું હોવાથી મેં ફરી ત્યાં બાદકામ શરુ કર્યુ હતું. જોકે, જેના માટે મેં ઈમ્પેક્ટ ફી ભરી દીધી છે, તે જ બાંધકામને હવે ગેરકાયદે ગણાવવામાં આવી રહ્યું છે.ગુજરાત રાજ્યની રેશનિંગની દુકાનોના માલિકોના સંગઠનના પ્રમુખ પ્રહલાદ મોદીએ 2017માં ચિમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર ઉજ્વલા યોજના હેઠળ રેશનિંગની દુકાન ધરાવતા લોકોને ગેસ સિલિન્ડર વેચવાની પરવાનગી નહીં આપે તો તમામ દુકાનદારો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે. પ્રહલાદ મોદી અનેકવાર રેશનિંગની દુકાનોના માલિકોના પ્રશ્નોને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવા બાબતે સમાચારોમાં ચમકી ચૂક્યા છે.

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને સ્પેશ્યલ લેન્સે ‘બાબા ભૂતમારીના’ને આપ્યો વિચિત્ર...

હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને...

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા...

ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના...

10 વર્ષમાં એવું શું થયું? અમદાવાદમાં 55605 બાળકો ખાનગી...

દેશમાં વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગથી માંડીને દરેકને નડી રહી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img