ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી
CMO ઓફિસ દ્વારા જ કહેવામાં આવ્યું કે તમે હાજર રહી શકશો નહીં, PM

સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટ્વિટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી હતી. ટ્વિટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી. જો કે, ટૂંક સમયમાં જ PMO દ્વારા ગેહલોતના આરોપો પર જવા આપતા જણાવ્યું કે, CMO ઓફિસ રાજસ્થાન દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ હાજર રહી શકશે નહીં. ગેહલોતની ફરિયાદના જવાબમાં PMOએ કહ્યું કે, પ્રોટોકોલ મુજબ, તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાષણ માટે એક સ્લોટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ CMO ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે, તમે આવી શકશો નહીં. PMOએ એમ પણ કહ્યું કે, પીએમ મોદીના અગાઉના કાર્યક્રમોમાં પણ તેમને હંમેશા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આવે છે PMOએ એમ પણ કહ્યું હતું કે, તાજેતરની ઈજાને કારણે આવવામાં કોઈ મુશ્કેલી ન હોય તો તે આવી શકે છે. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, આજના કાર્યક્રમમાં તમારું પણ સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે. જો તમારી તાજેતરની ઈજાને કારણે તમને આવવામાં વાંધો ન હોય તો તમારી હાજરી મહત્વપૂર્ણ રહેશે.આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટર પર પીએમ મોદીને ફરિયાદ કરી હતી કે, PMOએ તેમના ભાષણની તક છીનવી લીધી છે. તેણે ટ્વીટ કર્યું, ‘આજે તમે રાજસ્થાન આવી રહ્યા છો ત્યારે PMOએ કાર્યક્રમમાંથી મારું પૂર્વ નિર્ધારિત 3 મિનિટનું ભાષણ હટાવી દીધું છે, તેથી હું ભાષણ દ્વારા તમારું સ્વાગત કરી શકીશ નહીં, તેથી હું આ ટ્વિટ દ્વારા રાજસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગેહલોતે એમ પણ કહ્યું કે, રાજસ્થાન સરકાર 12 મેડિકલ કોલેજોમાં પણ યોગદાન આપી રહી છે જેના માટે તેઓ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. ગેહલોતે ટ્વીટ કરીને પીએમ સમક્ષ પોતાની છ માંગણીઓ પણ મૂકી.