વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં હાજર રહ્યા હતાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ રમાઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીજ (Anthony Albanese)નું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ PM નરેન્દ્ર મોદીએ રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનીજે સ્ટિવ સ્મિથને કેપ આપી હતી. આ પછી બંને દેશના વડાપ્રધાને સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન જીલ્યું હતું.ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: “ક્રિકેટ, ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક સમાન જુસ્સો! ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના કેટલાક ભાગોના સાક્ષી બનવા માટે મારા સારા મિત્ર પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદમાં આવીને આનંદ થયો. મને ખાતરી છે કે આ એક રોમાંચક ગેમ હશે!”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસનું મેચ નિહાળવા પહોંચ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ અને BCCIના પ્રમુખ, રોજર બિન્ની, દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. PM મોદી અને ઑસ્ટ્રેલિયાના PMએ ગાયિકા શ્રીમતી ફાલ્ગુની શાહ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ, યુનિટી ઑફ સિમ્ફની પણ નિહાળી હતી.
PM મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ટેસ્ટ કેપ સોંપી જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી. આ પછી PM મોદી અને ઑસ્ટ્રેલિયન PM સ્ટેડિયમમાં લોકોનું અભિવાદન જીલ્યું લીધું હતું.
આ પછી બંને ટીમના કેપ્ટન ટોસ માટે પીચ તરફ આગળ વધ્યા જ્યારે વડાપ્રધાન અને ઑસ્ટ્રેલિયન સમકક્ષ વૉકથ્રુ માટે ફ્રેન્ડશિપ હોલ ઑફ ફેમ તરફ ગયા. જ્યાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અને ખેલાડી, રવિ શાસ્ત્રીએ બંને દેશોના વડાપ્રધાનોની સાથે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સમૃદ્ધ ક્રિકેટ ઇતિહાસને રજૂ કર્યો હતો.
આ પછી બંને ટીમના કેપ્ટન બંને રાષ્ટ્રોના સંબંધિત વડાપ્રધાનોની સાથે રમતના મેદાનમાં આવ્યા હતા. બંને સુકાનીઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પછી સંબંધિત વડાપ્રધાનો સાથે ટીમનો પરિચય કરાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન ત્યારપછી બંને દેશના ક્રિકેટ દિગ્ગજો વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે પ્રેસિડેન્ટ બોક્સમાં ગયા હતા.