નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વાર રાજ્યસભાને સંબોધિત કરી. કૉંગ્રેસના ગુલાબ નબી આઝાદ સહિત ચાર સાંસદો આજે ગૃહમાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ગુલાબ આઝાદના પેટભરીને વખાણ કર્યા. એક આતંકી ઘટના બાદ ગુલાબ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ ગુલાબ નબી આઝાદના વખાણ કરતાં કહ્યું કે તેઓ અહીંના ઘરમાં બગીચાને સંભાળે છે, જે કાશ્મીરની યાદ અપાવે છે.પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના યાત્રીઓ પર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પહેલાં મને ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો હતો. તે ફોન ખાલી માહિતી આપવા માટેનો નહતો, ફોન પર ગુલામ નબી આઝાદના આંસુ રોકાતા નહતાવડાપ્રધાન મોદીએ જણાવ્યું તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમને સેનાના પ્લેનની વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હકી. તે દરમિયાન જ એરપોર્ટથી જ ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તે જ રીતે આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, સત્તા તો જીવનમાં આવતી રહે છે પરંતુ તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદ પાસેથી શીખવાની જરૂર છે. પીએમ મોદીએ જણાવ્યું કે, એક મિત્ર તરીકે હું આઝાદજીનો ઘણો આદર કરુ છું.