Sunday, March 8, 2026
HomeAhmedabadવડાપ્રધાને નિકોલમાં રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાને નિકોલમાં રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાને નિકોલમાં રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરી કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવાની સજ્જડ તૈયારી કરાઈ હતી. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા હતા. પીએમ મોદીએ નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કર્યોઅમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3ની ઝૂંપડપટ્ટીના વિકાસનું પણ લોકાર્પણ કરાયું. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાયું.અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવા બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવશે. આ પ્રોજેક્ટ કુલ ખર્ચ રૂ.1624 કરોડનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here