
ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક અદ્દભુત મહાસંગમ માટે એકજૂટ થયા ~ ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એ તેની આકર્ષક વાર્તા અને સંબંધિત પ્લોટથી દર્શકોને આકર્ષિત કર્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે, દર્શકોમાં આ ઉત્સાહ હજી પણ વધશે, કેમકે ખાસ મહાસંગમ એપિસોડ બંને શોના કાસ્ટને એક અવિસ્મરણિય મનોરંજનના એક્સ્ટ્રાવેગેન્ઝા માટે એકસાથે લાવશે. આગામી એપિસોડમાં વસુધા (પ્રિયા ઠાકુર)નું રહસ્ય જાહેર થતા, માધવ (કુંવર વિક્રમ સોની) લગ્ન તોડી ભાગતો જોવા મળશે. ત્યારે જ ઝી ટીવીના બે સૌથી પ્રસિદ્ધ પાત્રો મળશે અને તેમના ચાહકોને ટીવી સામે જકડી રાખશે. ઓન-સ્ક્રીન નાટક ખૂબ જ જોરદાર થવાનું છે, ત્યારે સીનની પાછળ શૂટિંગ દરમિયાન કંઈક અલગ જ વાઈબ જોવા મળી છે! પ્રિયા ઠાકુર (વસુધા) અને આયુષી ખુરાના (રીત)ને આ ખાસ સિકવન્સના શૂટિંગ જોવાની ખૂબ જ મજા આવી. આ કલાકારો વાર્તા કહેવાના જુસ્સાને લીધે એકબીજાની સાથે જોડાયા હતા અને ઘણી વખત મનોરંજન માટેના સુધારામાં પણ વ્યસ્ત રહેતા હતા, જેનાથી તેમના અભિનયમાં એક કુદરતી સ્પર્શ જોવા મળતો હતો. સહ- કલાકારોની સાથે મસ્તીથી લઇને ટેકની વચ્ચે હસી મજાક સુધી આ શૂટિંગ એકદમ હળવાશભર્યુ તથા નાટકીય દ્રશ્યોથી ભરેલું હતું. પ્રિયા ઠાકુર કહે છે, “મહાસંગમ માટેનું શૂટિંગ એ એક જોરદાર અનુભવ રહ્યો છે! અમે બધા ખૂબ સારી રીતે ભળી ગયા હતા અને ઓનસ્ક્રઈન દિલધડક નાટક છતા પણ ઓફ-સ્ક્રીન અમે ખૂબ જ સારો સમય વિતાવ્યો. આયુષી અને અમે એકબીજાની સાથે એટલી સારી રીતે જોડાયા હતા અને હવે દર્શકોને પણ અમારા સાથે સીન બતાવવા ઉત્સાહિત છીએ. એવી પણ કેટલીક ક્ષણો છે, જ્યાં અમે ટેકની વચ્ચે હસીને લોટપોટ થઈ ગયા અને સ્ટેજ પરની ઉર્જા પણ જોરદાર હતી. આયુષી એ એક પ્રતિભાશાળી કલાકાર છે અને તેની સાથે કામ કરવાની પણ મજા આવી. હું આશા રાખું છું કે, દર્શકો આ નવા એપિસોડ અને આવનારા નાટકનો આનંદ માણશે.” આયુષી ખુરાના કહે છે, “આ તો એવું લાગ્યું કે, જાણે બે પરિવારના મિલન છે. કેટલાક લાગણીસભર સીન, ઉપરાંત સેટ પરની ઉર્જા અને વાઇબ્સ અલગ જ હતા. પ્રિયા અને મેં અમારા સાથે શૂટિંગના સિકવન્સ દરમિયાન ખૂબ જ મજા કરી છે અને મને લાગે છે કે, અમારી આ કેમિસ્ટ્રી ઓન-સ્ક્રીન પણ દેખાશે. અમે કામ અને જીવનની ઘણી ચર્ચા કરી તેનાથી મને ખૂબ જ સારું લાગ્યું. આ ઉપરાંત ઘણા લાગણીસભર સીન પણ ચાલી રહ્યા હતા, પણ કેમેરા પાછળ ખૂબ જ મજા કરી. આ એક યાદગાર ક્ષણ સાથેનું સહયોગી શૂટિંગ બની રહ્યું!” રાઘવ (ભારત આહ્લાવત)ના જીવનમાં નીતા ચાવલાની સાથે (શાલીની રામચંદ્રન)ના અણધાર્યા આગમનની સાથે, દેવાંશ (અભિષેક શર્મા) સામે વસુધા દ્વારા પોતાની નીચી પાશ્ચાદભૂ હોવાની કબૂલાત અને માધવના આઘાતજનક નિર્ણયની સાથે આ મહાસંગમ એપિસોડ એ લાગણીથી ભરપૂર ઉતાર-ચડાવ માટે તૈયાર છે. પણ કલાકારો માટે આ અનુભવ ઉર્જા, બોન્ડિંગ તથા સૌથી યાદગાર ક્ષણોથી ભરેલો રહેશે! વધુ જાણવા માટે જોતા રહો, વસુધા અને જાને અન્જાને હમ મિલેંનો મહાસંગમ એપિસોડ 3જી માર્ચથી 7મી માર્ચ સુધી રાત્રે 9.30 વાગે, ફક્ત ઝી ટીવી પર