
ઝી ટીવીના શો ‘વસુધા’એ પોતાના રોમાંચક કથાનક તથા જોમદાર પાત્રોના આલેખન થકી દર્શકોને પોતાની સાથે બાંધી રાખ્યા છે. આવનારા એપિસોડ્સમાં, આપણને જોવા મળશે કે કેવી રીતે વસુધા સંજોગોની હકીકત તથા દેવાંશ (અભિષેક શર્મા) સાથેની એડના શૂટિંગમાં નકલી લગ્ન વચ્ચે ભેદ પારખીને પોતાના સંબંધો વિશે સમજણ કેળવે છે. આનાથી શોના સમીકરણોમાં આગળ જઈને એક નાટ્યાત્મક બદલાવ માટેનો તખ્તો ગોઠવાશે. પ્રિયા ઠાકુર, જે આ શોમાં શીર્ષ ભૂમિકામાં જોવા મળે છે, તે પોતાના પાત્રને ઊંડાણ તથા ભાવનાઓથી ભરી દે છે, અને તેની આ સફરને વધુ સમૃદ્ધ બનાવે છે ચંદ્રિકાની ભૂમિકા ભજવતી પીઢ અભિનેત્રી નૌશીન અલી સરદારની સાથે પડદા ઉપર ચમકવા મળવાની તક. પોતાના સહ-કલાકારો સાથે સેટ ઉપર સાથે કામ કરતી વખતે, પ્રિયા ઠાકુર સેટ પર નૌશીન સાથે થયેલી પોતાની વાતચીતો કામથી એક કદમ આગળ હોવાનું, પરંતુ અભિનય કૌશલ્ય ઉપર પ્રભુત્વ મેળવવાની એક અનમોલ તક તરીકે ગણાવે છે. દ્શ્યોની તૈયારીમાં, પ્રિયાને નૌશીનની તેણીની ભૂમિકા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નવતર શૈલીથી પ્રોત્સાહન મળે છે. પ્રિયા માટે, નૌશીન સાથે કામ કરવું એક ઘણી અર્થપૂર્ણ સફર રહી છે જેમાં નવું શીખવા માટે અનેક સકારાત્મક અનુભવો ભરેલાં રહ્યાં છે. પ્રિયાનું માનવું છે કે નૌશીનના માર્ગદર્શન હેઠળ તેણીએ ખૂબ પ્રગતિ કરી છે, અને આનો શ્રેય તેને જાય છે. નૌશીન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં, પ્રિયા ઠાકુરે જણાવ્યું કે, “નૌશીન સાથે કામ કરવું એ ખરેખર એક લાહવા સમાન છે. તેણી સાથેનું દરેક દ્શ્ય કંઈક શીખવી જતો અનુભવ છે. તેની પાસે અદભૂત કૌશલ્ય અને જાણકારી છે અને તેની પાસે પોતાના પાત્રને સંપૂર્ણપણે આત્મસાત કરી લેવાની બેજોડ આવડત છે. તે દરેક દ્શ્યમાં નજાકત અને ઊંડાણ પ્રસ્તુત કરે છે, જેનાથી સામાન્ય પળો પણ પ્રભાવશાળી બની જાય છે. તે હંમેશા પાત્રની ભાવનાઓ, પૃષ્ઠભૂમિ, અને ઇરાદાઓને સમજવાની અગત્યતા ઉપર વિશેષ ભાર મૂકે છે – ફક્ત સંવાદો રજૂ કરવા ઉપર નહિ. અત્યંત પ્રતિભાવાન હોવા ઉપરાંત, તે ઉષ્માપૂર્ણ, ટેકો આપનારી, અને દ્શ્યો વિશે ચર્ચા કરવામાં અને પોતાની સૂઝ અન્યો સાથે વહેંચવામાં માનનારી છે. અને તે મારા કૌશલ્યને નિખારવામાં મદદરૂપ પણ બને છે. મને આમનાથી વધુ પ્રેરણાદાયક સહ-કલાકાર, માર્ગદર્શક, અને મિત્રની આશા ન હતી.” જ્યાં પ્રિયા અને નૌશીન વચ્ચેનું પડદાથી બહારનું બંધન વિકસી રહ્યું છે ત્યારે, ‘વસુધા’માં પડદા પરના સમીકરણોમાં એક નાટ્યાત્મક મોડ આવી રહ્યો છે. તણાવ વધી રહ્યો છે ત્યારે, દર્શકો પોતાના ટીવીના પડદા સાથેથી ખસવાનું નામ નહિ લે, જ્યાં તેઓ તેમના માનીતા પાત્રોના સંબંધો પરથી આવરણો ખૂલતાં જોવા માટે ઉત્સુક છે. જ્યાં પળેપળે નાટ્યાત્મકતામાં વધારો થઈ રહ્યો છે, ત્યાં ‘વસુધા’ સાથે જોડાયેલા રહો, દરરોજ રાત્રે 10:00 વાગ્યે, ફક્ત ઝી ટીવી પર!