
બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સમાં અગ્રેસર રહેલી બ્રાન્ડ પ્યોરે કેનેડિયન કોર્પોરેશન ચાર્જ પાવર ઇન્કોર્પોરેશન સાથે વ્યૂહાત્મક ભાગીદારીની આજે જાહેરાત કરી છે જેના સ્થાપકો સમગ્ર ઉત્તર અમેરિકામાં 2013થી એનર્જી સ્ટોરેજ ક્ષમતામાં સક્રિય રહ્યા છે.આ સહયોગ દ્વારા પ્યોર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ગ્રીડ સ્કેલ એપ્લિકેશન્સમાં તેની વ્યાપક પ્રોડક્ટ રેન્જ સાથે કેનેડા અને અમેરિકાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશ કરે છે.આ ભાગીદારી કો-બ્રાન્ડિંગ અરેન્જમેન્ટ દ્વારા કેનેડા અને અમેરિકામાં ગ્રાહકોને પ્યોરની એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ લાઇન રજૂ કરશે.PuREPower પ્રોડક્ટ્સ હાઇ એનર્જી ડેન્સિટી લિથિયમ-આયર્ન બેટરીઝ, ફિફ્થ જનરેશન પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ટેલિજન્ટ ક્લાઉડ એન્ડ પ્રિડિક્ટિવ એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ કોમ્બિનેશન ગ્રાહકો માટે સરળ રિમોટ મોનિટરિંગ, લગભગ 100 ટકા અપટાઇમ અને ખૂબ ઓછા વિક્ષેપો સક્ષમ કરે છે. PuREPower ની વિશ્વસનીયતાનું મુખ્ય તત્વ તેની વ્યાપક, મલ્ટી-લેવલ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમ સેલ લેવલ પર નેનો-પીસીએમ (ફેઝ ચાર્જ મટિરિયલ) અને પેક એન્ડ રેક લેવલ્સ પર લિક્વિડ કૂલિંગ ધરાવે છે જે કાર્યક્ષમ ગરમીનું વિસર્જન, વધુ આવરદા, શ્રેષ્ઠ રાઉન્ડ-ટ્રીપ કાર્યક્ષમતા અને વિશ્વકક્ષાની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.પ્યોરના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. નિશાંત ડોંગરીએ જણાવ્યું હતું કે PuREPower એ આઠ વર્ષના સમર્પિત પ્રયાસો અને રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને મોટા ઉદ્યોગોમાં સ્થાપેલી વિવિધ પ્રોડક્ટ્સનું પરિણામ છે. અમે બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અમારી ગહન નિપુણતા તથા અમારી મજબૂત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝનો ઉપયોગ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે અમારી નવીનતમ, ટકાઉ અને વિશ્વસનીય એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સને અમેરિકા તથા કેનેડાના બજારોમાં બહોળી સ્વીકૃતિ મળશે. અમે ચાર્જ પાવર સાથે ભાગીદારી કરતા આનંદિત છીએ જેમની ટીમ ગહન ઈપીસી, માર્કેટિંગ અને સેલ્સના અનુભવ સાથે સમગ્ર ઉત્તર અમેરિકામાં 4 GWh પ્રોજેક્ટ્સ પૂરા પાડવાનો અનુભવ ધરાવે છે. અમારી સંબંધિત મજબૂતાઈ અને ક્ષમતાઓનો લાભ લેતા અમને આગામી મહિનાઓમાં આ બજારોમાં નોંધપાત્ર અસર કરવાનો વિશ્વાસ છે. અમે આ બજારોને અમારી વૈશ્વિક વિસ્તરણ વ્યૂહ઼રચનાના મુખ્ય ભાગ તરીકે જોઈએ છીએ.ચાર્જ પાવર ઇન્કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિ પિનેલીએ જણાવ્યું હતું કે અમે પ્યોર સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ જેમની એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજી અને પ્રોપરાઇટરી પ્લેટફોર્મ્સ હાઇ-પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપક એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા મિશન સાથે સહજતાથી જોડાય છે. તેમની મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ ઇપીસી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને લાઇફસાઇકલ મેનેજમેન્ટમાં ચાર્જ પાવરની પુરવાર થયેલી નિપુણતાને પૂરક બનાવે છે. અમારા ગહન પ્રોજેક્ટ અનુભવ, વિશ્વસનીય ગ્રાહક સંબંધો અને સમગ્ર ઉત્તર અમેરિકામાં સ્થાપિત હાજરી તથા PuREPowerની ફિલ્ડ પર પુરવાર થયેલી પ્રોડક્ટ લાઇન સાથે આ ભાગીદારી રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ગ્રીડ-સ્કેલ ગ્રાહકોને અદ્વિતીય મૂલ્ય પૂરું પાડવા માટે અનોખી સ્થિતિમાં છે.[1]યુએસ એનર્જી સ્ટોરેજ માર્કેટ નોંધપાત્ર વૃદ્ધિ જોઈ રહ્યું છે અને 2033 સુધીમાં તે 70.7 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે 13.9 ટકાનો સીએજીઆર દર્શાવે છે. [2]કેનેડિયન માર્કેટ પણ નોંધપાત્ર વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે, જે 15.8 ટકાના સીએજીઆર સાથે 2030 સુધીમાં 18.38 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. બંને બજારોમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ગ્રીડ એપ્લિકેશનોમાં એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સની વધતી માંગ મુખ્યત્વે સૌર અને પવન ઊર્જા જેવા પુનઃવપરાશી ઊર્જા સ્ત્રોતોના વધતા સંકલન દ્વારા પ્રેરિત છે.કંપની વૈશ્વિક સ્તરે અન્ય પ્રદેશોમાં તેના બજાર પ્રવેશને વિસ્તારે છે ત્યારે પ્યોર તેની પ્રોપરાઇટરી ટેક્નોલોજીનું રક્ષણ કરવા માટે તેના એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ સંબંધિત તમામ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જાળવી રાખશે.