બંને વચ્ચે અત્યારસુધી કુલ 15 મેચ રમાઈ, જેમાંથી જિયાઓએ 9 મેચ જીતી છે | સુશીલ કુમારનાં રેકોર્ડની બરાબરી
ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એણે ત્રીજા નંબર માટે રમાયેલી મેચમાં ચીની ખેલાડી હી બિંગ જિયાઓને 21-13, 21-15થી હરાવી હતી. એ ઓલિમ્પિકમાં સતત 2 મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ઓવરઓલ જોવા જઇએ તો આ રેકોર્ડ સુશીલ કુમારને નામ પણ છે. સિંધુએ 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ સિદ્ધિ માત્ર રેસલર સુશીલ કુમારના નામે હતી. એણે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સુશીલે બિજિંગ (2008) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિક (2012)માં સિલ્વર મેડલ જીત્યો હતો.