
ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (આરએનએલઆઇસી)એ 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. કંપનીએ ગ્રાહકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં અને સંચાલકીય કાર્યક્ષમતાને મજબૂત કરતાં તમામ પ્રમુખ માપદંડોમાં સ્થિર પ્રદર્શન નોંધાવ્યું છે.નાણાકીય વર્ષ 2024-25 માટે આરએનએલઆઇસીનો પ્રોફિટ બિફોર ટેક્સ (પીબીટી) રૂ. 247 કરોડ નોંધાયો છે, જે અગાઉના વર્ષના રૂ. 198 કરોડની તુલનામાં 25 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 38,725 કરોડ થઇ છે, જે વાર્ષિક ધોરણે 9 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ (એનબીપી) વધીને રૂ. 1,245 કરોડ અને કુલ પ્રીમિયમ વધીને રૂ. 5,711 કરોડ થયું છે, જે સ્થિર વ્યવસાયિક કામગીરી પ્રદર્શિત કરે છે.કંપનીએ 235 ટકાનો મજબૂત સોલવન્સી રેશિયો જાળવી રાખ્યો છે, જે નિયામકીય જરૂરિયાતો કરતાં વધુ છે. આ મજબૂત બેલેન્સ શીટ અને સમજદારીપૂર્વક મૂડી આયોજન દર્શાવે છે.ગ્રાહક-કેન્દ્રિતતા મહત્વપૂર્ણ પાસું રહ્યું છે તથા 31 માર્ચ, 2025 સુધીમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો 98.9 ટકા નોંધાયો છે, જેનાથી વર્ષ દરમિયાન 5.4 લાખ ગ્રાહકોને રૂ. 3,523 કરોડ ચૂકવાયા છે. તે અગાઉના વર્ષની તુલનામાં 8 ટકાનો વધારો છે. નાણાકીય વર્ષ 2024-25માં 13માં મહિને પ્રીમિયમ સાતત્યતા 80.8 ટકા રહી છે, જે ગ્રાહકોનો વિશ્વાસ અને સતત જોડાણ પ્રદર્શિત કરે છે. સક્રિય એડવાઇઝર્સની સંખ્યા 13 ટકા વધી છે, જે સાથે સક્રિય એડવાઇઝરનો આધાર લગભગ 69,000 થયો છે. આનાથી કંપનીની પહોંચ અને સલાહકારોની ક્ષમતા વધુ મજબૂત થઇ છે.લાંબાગાળાની કટીબદ્ધતાને મજબૂત કરતાં આરએનએલઆઇસીએ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના પાર્ટિસિપેટિંગ પોલિસીધારકો માટે બોનસની જાહેરાત કરતાં રૂ. 351 કરોડનું વિતરણ કર્યું છે, જેનાથી કંપનીના 5.2 લાખ ગ્રાહકોને લાભ થયો છે. સતત 24માં વર્ષે બોનસની જાહેરાત આરએનએલઆઇસીની તેના ગ્રાકો માટે લાંબાગાળે મૂલ્ય સર્જન અને નાણાકીય સુરક્ષાની ખાતરીને સપોર્ટ કરે છે.કંપનીનું એમ્બેડેડ મૂલ્ય વધીને રૂ. 7,397 કરોડ થયું છે, જે ગત નાણાકીય વર્ષના રૂ. 6,885 કરોડથી વધુ છે. તે સાતત્યપૂર્ણ વ્યવસાયિક પ્રદર્શન અને સંચાલકીય કાર્યક્ષમતા દર્શાવે છે.કર્મચારી ઉપર ધ્યાનઃ સતત છઠ્ઠા વર્ષ માટે વર્ષ 2025માં ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે સર્ટિફાઇડ (સ્રોત જીપીટીડબલ્યુ) કર્મચારીઓની સુખાકારી માટેની કટીબદ્ધતા દર્શાવે છે.પ્રોડક્ટ ઇનોવેશનઃ અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ સેગમેન્ટમાં આઇઆરડીએઆઇ રેગ્યુલેશન્સનું પાલન કરતાં 6 નવી ઇનોવેટિવ અને કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલી પ્રોડક્ટ્સ લોંચ કરાઇ છે.કંપનીના પ્રદર્શન વિશે પ્રતિક્રિયા આપતાં રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ આશિષ વોરાએ કહ્યું હતું કે, “અમે મજબૂત પ્રદર્શન સારા નફા સાથે વાર્ષિક પરિણામો રિપોર્ટ કરતાં ઉત્સાહિત છીએ, જે શિસ્તબદ્ધ અભિગમ, ગ્રાહક-કેન્દ્રિત પહેલો અને મજબૂત ફંડામેન્ટને આધારિત છે. વિતરણને મજબૂત કરવા, ગ્રાહક અનુભવમાં વધારો કરવા તેમજ નાણાકીય સમજદારી જાળવવા પર અમારું સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી અમને ગતિશીલ વાતાવરણમાં નેવિગેટ કરવામાં મદદ મળી છે. લાંબા ગાળાની વૃદ્ધિ અને શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા દ્વારા સમર્થિત આઇઆઇએચએલ અને નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સની સંયુક્ત ક્ષમતા અમને બધા હિસ્સેદારો માટે વધુ સારા પરિણામો મેળવવા, વ્યૂહાત્મક વિસ્તરણને આગળ વધારવા અને ભવિષ્ય માટે વિશ્વાસનો વારસો બનાવવાનું ચાલુ રાખવામાં મદદ કરશે. અમે વિશ્વાસ, નવીનતા અને પ્રદર્શન સાથે સ્કેલ અને નેતૃત્વ કરવા માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે ભવિષ્ય માટે તૈયાર, ગ્રાહક-કેન્દ્રિત જીવન વીમા કંપની બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”