
વિશ્વ રેડિયો દિવસના અવસરે, રૂડીનો રેડિયો ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યું છે, જે મહિલા સશક્તિકરણની વૈશ્વિક ઉજવણીનું પ્રતીક છે. સંચારના સસ્તા, સરળ અને શક્તિશાળી માધ્યમ તરીકે રેડિયોએ વર્ષોથી માહિતી, શિક્ષણ અને મનોરંજનના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રૂડીનો રેડિયો, જે 2005માં આકાશવાણી પર 15-મિનિટના કાર્યક્રમ તરીકે શરૂ થયો હતો, આજે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે.2009માં, રૂડીનો રેડિયોએ તેના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (CRS) 90.4 MHz સાથે વિસ્તરણ કર્યું, મહિલા કામદારોને રેડિયો એન્કર, વાર્તાકાર અને પરિવર્તનના પ્રેરક બનવા માટે સશક્ત બનાવ્યા. અમદાવાદના સાણંદ તાલુકાના મણિપુર ગામની 10 કિમી ત્રિજ્યામાં 40 ગામો સુધી પહોંચ સાથે, CRS હવે 1.5 લાખ શ્રોતાઓને જોડે છે, આરોગ્ય, કૃષિ, આર્થિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક પરંપરાઓ જેવા મુખ્ય મુદ્દાઓને સંબોધે છે.રૂડીના રેડિયોનું ડિજિટલ યુગમાં પ્રવેશ કરવાનો હેતુ એ છે કે ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં વસતા ગુજરાતી ભાષાને જાણતા અને સમજતા લોકો આપણી સંસ્કૃતિ, મૂલ્યો, સંગઠન, રીત-રિવાજો અને મહિલા સશક્તિકરણને સમજે અને તેઓ પણ આ ચળવળનો ભાગ બને અને પોતાના અનુભવો શેર કરે.રૂડીનો રેડિયો, ગુજરાતની મહિલાઓનો અવાજ, હવે તેના નવા લોન્ચ થયેલા ઇન્ટરનેટ રેડિયો પ્લેટફોર્મ દ્વારા સમગ્ર વિશ્વમાં ગુંજશે. લોન્ચિંગ સમારોહની શરૂઆત એક વિશેષ ગીતથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ-એમ્પ્લોયડ વિમેન (IASEW)ના ડિરેક્ટર નમ્રતાબેન બાલીએ રૂડીનો રેડિયોની પ્રેરણાદાયક સફરને વર્ણવી હતી. IASEWના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શાંતાબેન કોષ્ટિએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. રૂડીનો રેડિયોના ઉત્સાહી શ્રોતાઓએ અને IASEWના કાર્યકર્તાઓએ વધામણીઓ આપી હતી અને અંતે રેડિયો નાટકની પ્રસ્તુતિએ કાર્યક્રમને વધુ ઉલ્લાસમય બનાવ્યો હતો.આપણે સશક્તિકરણની આ અદ્ભુત યાત્રાની ઉજવણી કરીએ છીએ અને વિશ્વભરની મહિલાઓના અવાજોને વધુ મજબૂત બનાવીએ છીએ. રૂડીનો રેડિયો હવે વૈશ્વિક સ્તરે છે, જે મહિલાઓને તેમની વાર્તાઓ કહેવા, એકબીજા સાથે જોડાવા, જાગૃત કરવા અને સશક્તિકરણના માર્ગે આગળ વધવા માટે એક મંચ પૂરું પાડે છે. આપણા ધ્યેય મુજબ સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતી જાણનાર શ્રોતાઓ સુધી પહોચીએ શકીએ અને તેમને પણ સામાજિક પરિવર્તનનો ભાગીદારીમાં જોડીએ.ટ્યુન ઇન કરો અને 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ આ ચળવળનો ભાગ બનો: https://rudinoradio.org/ વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો: [email protected] જો તમે મોબાઈલ થી કનેક્ટ થવા માટે : https://manage.rudinoradio.org/public/rudi_no_radio