આજે સવારે કરાયેલા હુમલામાં 3 બાળકો સહિત 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યું, આજે ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં યુક્રેનમાં 4 બાળકો સહિત કુલ 15 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યુદ્ધને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો વચ્ચે આ રશિયાનો જવાબ છેઆ હુમલામાં યુરોપિયન યુનિયન મિશનના મુખ્ય મથક અને બ્રિટિશ કાઉન્સિલ સહિત સાત જિલ્લાઓમાં ઇમારતોને નુકસાન થયું છે. યુક્રેનિયન સેનાએ કહ્યું કે, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ દેશભરમાં રશિયા દ્વારા છોડવામાં આવેલા લગભગ 600 ડ્રોનમાંથી 563 અને 31 મિસાઇલોમાંથી 26 ડ્રોનને તોડી પાડ્યા હતા.હુમલામાં 38 નાગરિકો ઘાયલ રોઇટર્સના અહેવાલ મુજબ, હુમલામાં એક ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં એક બચાવ ટીમ પહોંચી હતી. આ કાટમાળ ખોદતી વખતે 2 મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયા દ્વારા કલાકો સુધી ચાલેલા આ હુમલામાં 38 જેટલા યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હતા.


