
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,49,690 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1268424.28 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 15થી 21 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 1,24,57,449 સોદાઓમાં કુલ રૂ.14,18,130.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,49,689.99 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12,68,424.28 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,64,065 સોદાઓમાં રૂ.94,705.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.86,020ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,592 અને નીચામાં રૂ.84,600ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.215 વધી રૂ.86,024ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.723 વધી રૂ.69,945 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.162 વધી રૂ.8,737ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.462 વધી રૂ.85,830ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.95,449ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98,199 અને નીચામાં રૂ.94,892ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,880ના ઉછાળા સાથે રૂ.97,113ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,835 ઊછળી રૂ.96,923 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,832 ઊછળી રૂ.96,876 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 89,672 સોદાઓમાં રૂ.13,016.1 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.869ના ભાવે ખૂલી, રૂ.1.90 વધી રૂ.869.75 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.95 વધી રૂ.264.50 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.179ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.75 વધી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.7.85 વધી રૂ.264.30 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.179.60 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.4.50 વધી રૂ.271.25 બંધ થયો હતો.એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,95,939 સોદાઓમાં રૂ.41,951.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,216ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,347 અને નીચામાં રૂ.6,146ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.111 વધી રૂ.6,316 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.112 વધી રૂ.6,317 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.315ના ભાવે ખૂલી, રૂ.36.30 વધી રૂ.352.80 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 36.7 વધી 352.9 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.16.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,090ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,530 અને નીચામાં રૂ.53,830ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.380 વધી રૂ.54,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 વધી રૂ.923.50 બોલાયો હતો.કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.51,131.38 કરોડનાં 59,607.006 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.43,574.53 કરોડનાં 4,480.848 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.6,022.20 કરોડનાં 96,74,150 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.35,929.69 કરોડનાં 1,05,32,77,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,633.94 કરોડનાં 62,748 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.255.62 કરોડનાં 14,182 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,378.30 કરોડનાં 96,348 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,748.24 કરોડનાં 1,01,909 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.11 કરોડનાં 816 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.98 કરોડનાં 162 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,875.466 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,112.231 ટન, તાંબાના વાયદાઓમાં 20,477.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 23,978 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,513 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,693 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 4,35,970 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,74,01,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,192 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 120.96 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.16.56 કરોડનાં 161 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 169 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20,500 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 20,707 અને નીચામાં 20,286 બોલાઈ, 421 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 204 પોઈન્ટ વધી 20,622 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1268424.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.210761.1 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.104468.65 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.608892.05 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.328249.34 કરોડનાં કામકાજ થયાં હતાં.