
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ વિકાસ તાલીમ સફળતાપૂર્વક યોજાઈ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ” આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ” વિષયક કૌશલ વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન પૂ. શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (પ્રેસિડેન્ટ, સ્વામિનારાયણ યુનિવર્સિટી)ના આશીર્વાદથી અને વાઈસ પ્રેસિડેન્ટ પ.પૂ. સ્વામી ભક્તવત્સલદાસજી તથા પ.પૂ. સ્વામી ભક્તિનંદનદાસજીના માર્ગદર્શન હેઠળ યોજાયું.કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિમાં ડૉ. રૂપેશ વસાણી (પ્રો.વોસ્ટ), ડૉ. આર.કે. શાહ (ડિરેક્ટર), ડૉ. અજીત ગાંગવાણે (રજીસ્ટ્રાર), અને ડૉ. ગુંજન શાહ (COE અને ડિરેક્ટર) હાજર રહ્યા. તાલીમનું સંચાલન ડૉ. વિજયકુમાર ગઢવી (ડીન, એન્જિનિયરિંગ) અને ડૉ. ગીતાંજલી અમરવત (ડીન, IT & CS) દ્વારા કરાયું.વિશિષ્ટ તજજ્ઞ શ્રી ભાનુપ્રતાપસિંહ (ADS ફાઉન્ડેશન)એ વિદ્યાર્થીને AI અને ડેટા સાયન્સના આધુનિક તત્વો, વ્યવહારિક પાસાઓ અને ઉદ્યોગક્ષેત્રમાં તેના ઉપયોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. લગભગ 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પૂજ્ય સ્વામિજીના આશીર્વાદભર્યા વચનો અને પ્રેરણાદાયી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો. સ્વામિનારાયણ યુનિવર્સિટી ના પ્રો. વોસ્ટ ડૉ. રૂપેશ વસાણી એ જણાવ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ જેવી આધુનિક તકનીકોમાં કૌશલ વિકાસ માટેની આ તાલીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ નવા યુગની ટેકનોલોજીનો હથિયાર પણ જરૂરી છે. સ્વામિનારાયણ યુનિવર્સિટી હંમેશાં વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી બનાવવા પ્રતિબદ્ધ છે. તમે આ તાલીમને માત્ર અભ્યાસ તરીકે નહીં, પરંતુ આપના ભવિષ્યના પાયાના રૂપે લો. અહીંથી મળતા માર્ગદર્શન અને તકનો પુર્ણ લાભ લો. આ કાર્યક્રમ નવા યુગના ટેકનોલોજીકલ દિશામાં વિદ્યાર્થીની પહેલ માટે માઇલસ્ટોન સાબિત થયો.