
એક સમય હતો જ્યારે ગુજરાતની જમીનમાં દરેક બટાકાનો બીજ “સોનામાં ફેરવાતો” હતો. પરંતુ હવે એ જ જમીન ધીમે ધીમે મદદ માટે સંકેત આપી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો ધ્યાન આપે છે કે ઉત્પાદન ઘટી રહ્યું છે, બટાકાનું સરેરાશ કદ નાનું થઈ રહ્યું છે અને એકસરખી ગુણવત્તા ધરાવતા બટાકાના પાકમાં હવે વધુ અસમાનતા જોવા મળે છે. પ્રોસેસિંગ યુનિટ્સમાં પણ બટાકાના ઉપરના છાલની ખરાબ ગુણવત્તા, અસમાન રંગ અને આંતરિક ખામીઓને કારણે રિજેકશનમાં વધારો જોવા મળી રહ્યો છે. હાયફાર્મના સીઈઓ શ્રી એસ. સૌંદરરાજન કહે છે, “હાયફાર્મની પહેલ એક સરળ સિદ્ધાંત પર આધારિત છે — બીજ વાવતાં પહેલાં માટીને ઓળખવી. જેમ નિયમિત હેલ્થ ચેક-અપ માણસને સ્વસ્થ રાખે છે, તેમ માટીનું પરીક્ષણ ખેતરને તંદુરસ્ત રાખે છે. જ્યારે ખેડૂત સમજે છે કે તેમની માટીને સાચે શું જરૂર છે, ત્યારે તેઓ યોગ્ય અને સંતુલિત તત્વોનો ઉપયોગ કરીને વધુ સારાં પરિણામો મેળવી શકે છે.” વિજાપુરના ખેડૂત શ્રી રાકેશભાઈ પટેલએ જણાવ્યું કે માટી પરીક્ષણ બાદ તેમને ખેતરમાં પોટાશનું પ્રમાણ વધુ અને ઝીંકનું પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળ્યું. તેમને જણાવ્યું કે “અમે ખાતર વ્યવસ્થાપનમાં થોડો ફેરફાર કર્યો અને માત્ર બે અઠવાડિયામાં જ સ્પષ્ટ સુધારો જોવા મળ્યો”


