
ભારતની નંબર 1 ટ્રેક્ટર એક્સપોર્ટ બ્રાન્ડ, સોનાલિકા ટ્રેક્ટર્સ, એ નાણાકીય વર્ષ 2025ના અંતિમ તબક્કામાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે પ્રવેશ કર્યો છે. કંપનીએ ફેબ્રુઆરી 2025માં કુલ 10,493 ટ્રેક્ટર વેચાણ નોંધાવ્યું છે અને સાથે જ 1,13,279 ટ્રેક્ટર વેચાણ સાથે ઘરેલુ બજારમાં સર્વોચ્ચ વાર્ષિક ફેબ્રુઆરી 2025નું નવો રેકોર્ડ બનાવી લીધો છે, જે ઉદ્યોગના સરેરાશ પ્રદર્શનને પણ માત આપે છે. સોનાલિકા સતત નવીનતમ ટેક્નોલોજી અને સંસાધનો દ્વારા ખેડૂતોને શક્તિશાળી બનાવવાનું ધ્યેય રાખે છે, જેથી તેઓ મહત્તમ ઉત્પાદનક્ષમતા અને સમૃદ્ધિ મેળવી શકે.આ સિદ્ધિ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા, ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, શ્રી રમણ મિત્તલએ જણાવ્યું “અમે ફેબ્રુઆરી 2025માં 10,493 ટ્રેક્ટરના ઉત્તમ વેચાણ સાથે એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે, અને વાર્ષિક ફેબ્રુઆરી 2025માં સર્વોચ્ચ ઘરેલુ ટ્રેક્ટર વેચાણ નોંધાવી ઉદ્યોગના પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. સોનાલિકા હંમેશાં ભારતીય ખેડૂતો માટે એડવાન્સ ફાર્મ ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવામાં આગેવાની રાખે છે, જેથી તેઓ વિવિધ પ્રયોગો અને પેદાશોમાં વધુ ઉત્પાદન ક્ષમતા મેળવી શકે. અમારા મૂળભૂત મૂલ્યો સમગ્ર હિતધારકોના સર્વાગી વિકાસ માટે સમર્પિત છે, અને અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ખેડૂતો ઇનોવેશન અને પ્રગતિ સાથે એક ઉત્તમ ભવિષ્ય ગઢી શકે.”સોનાલિકા માત્ર એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા શક્તિશાળી ટ્રેક્ટરો જ નહીં, પરંતુ સતત વિકાસ અને પર્યાવરણને અનુકૂળ ઉપક્રમો માટે પણ પ્રતિબદ્ધ છે. કંપની સતત કેળવણી, ઈનોવેટિવ ટેક્નોલોજી અને સમર્થનાત્મક સેવાઓ દ્વારા ખેડૂત સમાજને ઉન્નત કરવામાં અગ્રેસર રહી છે. આ સિદ્ધિ દ્વારા, સોનાલિકા ટ્રેક્ટર્સે ઉદ્યોગમાં પોતાની આગવી આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે, અને ભારતના કૃષિ વિકાસમાં મહત્વનો ભાગ ભજવવાનું સાબિત કર્યું છે.