મુમ્બઈ: સાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે એક્ટર તિરુપતિ મંદિર પાસે તેમની આગામી ફિલ્મ D51નું શૂટિંગ કરી રહ્યા હતા. આ સ્ટાર અભિનેતાને જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ કારણે કેટલાક ભક્તોએ પોલીસને ફરિયાદ કરી અને ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું છે. D 51 ફિલ્મના શૂટ પરથી સામે આવેલા વીડિયોમાં તિરુપતની બહાર ભીડ જોવા મળી રહી છે. થોડા લોકો ભગવાનના દર્શન માટે જઇ રહ્યાં છે, તો થોડા લોકો સ્ટાર એક્ટર ધનુષને જોવા આવ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અલપિરીના હરે રામા હરે કૃષ્ણા રોડ પર લાગેલા આ જામે લોકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા હતા. મળતી માહિતી પ્રમાણે હવે આ રોડ પરથી તિરિપતિ જનારા શ્રદ્ધાણુઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યાં છે. એક રોડ પરથી યાત્રીઓ જઇ રહ્યાં છે અને બીજો રોડ શુટીંગના કારણે બંધ છે. શ્રદ્ધાણુઓએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે ધનુષની ફિલ્મની શૂટીંગ રોકી દીધી છે.
સાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી: તિરુપતિના રસ્તાઓ પર ચાલુ હતુ શૂટિંગ,લોકોએ કરી દીધી પોલીસ ફરિયાદ
Date: