
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, PRCI અમદાવાદ ચેપ્ટરે ઈન્દ્રધનુષ 2025 નામના પ્લેટફોર્મની કલ્પના કરી જેમાં અમદાવાદની 7 અગ્રણી મહિલાઓ ને સમાજમાં તેમના પ્રભાવશાળી અને પ્રેરક યોગદાન બદલ 7 પાયાની ચેન્જમેકર મહિલાઓનું દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. 6ઠ્ઠી માર્ચે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત આ કાર્યક્રમ જે આશા અને સકારાત્મકતાનું પ્રતિક ઇન્દ્રધનુષ ની કેન્દ્રીય થીમ પર આધારિત હતી એમાં સમાજના અગ્રણી લાઇટ્સ દ્વારા એવોર્ડ વિજેતાઓ ને હૃદયપૂર્વકના આશીર્વાદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને મેઘધનુષ કાર્યક્રમ ઘણી લાગણીશીલ ક્ષણો અને રંગોનો સાક્ષી બન્યો.આદિવાસી સમુદાયના અધિકારો માટે લડવા બદલ વાઇબ્રન્ટ વાયોલેટ્સ એવોર્ડ વલસાડ જિલ્લાની શ્રીમતી ડિમ્પલબેન પટેલ દ્વારા શ્રીમતી નિષ્ઠા ઠક્કર જે ઇવોલ્વ કોમ્યુનિટીના ડાયરેક્ટર પાર્ટનર છે એમના હસ્તે પ્રાપ્ત થયા. ગામડાંમાં બિઝનેસ વિચારો માટે લખપતિ દીદી એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ નવસારીના શ્રીમતી હિનાબેન પટેલનેસ્કોપના જોઈન્ટ સીઈઓ શ્રીમતી માનસી સારસ્વત તરફથી ઇગ્નાઈટેડ ઈન્ડિગોસ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. બ્યુટીફૂલ બ્લૂઝ એવોર્ડ અમદાવાદના શ્રીમતી શિતલ જટાનિયાને એક સરળ ગૃહિણીમાંથી અનુભવી સેફ બનવા બદલ આંત્રપ્રિન્યોરશિપ એક્સપર્ટ ડૉ. કવિતા સક્સેના તરફથી પ્રાપ્ત થયો, ગોર્જિયસ ગ્રીન્સ એવોર્ડ સૂર્યશોભા વંદના ફાઉન્ડેશનના શ્રીમતી અર્પિતા શાહને શ્રીમતી રુઝાન ખંભટ્ટા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત માસ્ટર શેફ શ્રીમતી હિના ગૌતમ દ્વારા લાયન સ્વાતિ દેશપાંડે અને લાયન ખીચડી ઘરને યુથફુલ યેલોઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો, સુપ્રસિદ્ધ લેખિકાઅને લેખિકા સુશ્રી પાર્થિવ અધ્યારુને ડો. દક્ષા ઉધાની દ્વારા ઓપ્ટીસ્ટીક ઓરેન્જીસ એવોર્ડ આપવામાં આવ્યો હતો, ગ્લોબલ આઈ થેરાપિસ્ટ ડો. ઝંખના મહેશ્વરી ને સેલિબ્રિટી પ્લેબેક સિંગર અને સેલિબ્રિટી રાહી રાઠોડ અને કશિશ રાઠોડ દ્વારા રેર્વિશિંગ રેડ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુશ્રી કશિશ રાઠોડને એક ઉભરતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તરીકેની તેમની આગામી સોંપણીઓ માટે વિશેષ માન્યતા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.સ્પોન્સર સપોર્ટ મુજબ નેક્સ્ટ નેક્સની શ્રીમતી ઉર્વશી દોશી દ્વારા વાઈબ્રેન્ટ વાયોલેટસ, સ્યામંતકા જ્વેલ્સની શ્રીમતી બબીતા ખંડેલવાલ દ્વારા ઈગ્નાઈટેડ ઈન્ડિગોસ,મેરી અપની દુનિયાની શ્રીમતી દીપા રવીન્દ્રકુમાર દ્વારા બ્યુટીફુલ બ્લૂઝ, પંજાબ નેશનલ બેંકના શ્રીમતી અભિલાષા બોલિયા દ્વારા ગોર્જીયસ ગ્રીન્સ,.રિચ ટ્રેડરના અવની ત્રિવેદી દ્વારા યુથફૂલ યેલ્લોઝ, ફોકલ પોઈન્ટની શ્રીમતી અર્પિતા જોશી દ્વારા ઓપ્ટિમિસ્ટિક ઓરેન્જ અને ફ્યુચર ગેટ એચઆર સોલ્યુશન્સની શ્રીમતી સ્વેની શાહ દ્વારા રેવિશિંગ રેડ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – 2025 ની થીમ #Accelerate Action છે જેનો હેતુ સમુદાયમાં સુખ, આશા અને ઉર્જા લાવવાનો છે. PRCI અમદાવાદ ચેપ્ટરના માર્ગદર્શક સુભોજિત સેન, ઝોનલ હેડ વેસ્ટ ઝોન ડૉ. અનન્યા મહેતા, ચેપ્ટરના અધ્યક્ષ ડૉ. શશિકાંત ભગત, સેક્રેટરી ભાર્ગવ ઠક્કર અને ઉત્સાહી સભ્યો જેવા કે શ્રી જયંત અરાવટિયા, શ્રી ભાર્ગવ ત્રિવેદી, શ્રી નીરવ પુરોહિત, શ્રી નેથલ જોષી, શ્રી અંકિત જોશીપુરા, શ્રી દિપક મકવાણા અને શ્રી મિથિલેશ ચુડગરે શેર કર્યું હતું કે અમે ઇન્દ્રધનુષ 2025નો ભાગ બનીને ખુશ છીએ, જેણે સમુદાયની 7 પ્રતિષ્ઠિત મહિલાઓની હાજરીમાં 7 ગ્રાસ રૂટ પુરસ્કારોની પ્રેરણાત્મક સફળતાની વાર્તાઓનું સન્માન કર્યું.