![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/8-8-scaled.jpg)
દિવ્ય સંગીત અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરવા તૈયાર રહો, કેમ કે વિશ્વવિખ્યાત કીર્તન ગાયક અચ્યુતા ગોપી ગિફ્ટ સિટી, અમદાવાદ ખાતે ‘ચાલ મન વૃંદાવન’ કોન્સર્ટમાં લાઈવ પ્રદર્શન કરશે. ગ્રિનિન્ગ માર્સ પ્રોડક્શન દ્વારા આયોજિત આ આત્મીય અને ભક્તિમય સંમેલન, ભક્તિ, સંગીત અને કૃષ્ણ પ્રેમનું એક અનન્ય સમારોહ સાબિત થશે.કોન્સર્ટ પહેલાં, અચ્યુતા ગોપી પેલેડિયમ અમદાવાદ ખાતે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી, જ્યાં તેમણે કૃષ્ણ પ્રત્યેનો પોતાનો ગાઢ પ્રેમ અને ભજનોની શક્તિ વિશે જણાવ્યું, કે જે મનને ઉન્નત બનાવે છે. આ પ્રકારના ઇવેન્ટ્સની મહત્વતા વિશે તેઓએ કહ્યું, “કૃષ્ણ ભક્તિ એ એક જાદુ જેવા છે—શુદ્ધ, પરિવર્તનકારી અને આત્માને સંતોષ આપનારા. જો તમે આ દિવ્ય જાદુનો અનુભવ કરવા માંગતા હો, તો આ કોન્સર્ટમાં આવો અને અનુભવો.”અચ્યુતા ગોપી, ન્યૂયોર્કથી પ્રખ્યાત કીર્તન કલાકાર અને ભક્તિગીત ગાયિકા છે, જે પોતાના કૃષ્ણ ભજનોથી સમગ્ર વિશ્વના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ચુકી છે. તેમની મધુર સ્વર અને હૃદયસ્પર્શી રચનાઓ વિશ્વભરમાં આધ્યાત્મિક સાધકો અને ભક્તો માટે પ્રેરણાસ્રોત બની છે. પોતાના ભજનો દ્વારા, તેઓ તેમની અટળ ભક્તિ અને દિવ્ય સાથેનો અનોખો જોડાણ દર્શાવે છે.‘ચલ મન વૃંદાવન’ કોન્સર્ટ ફક્ત સંગીત માટે નથી—આ એક સંવેદનશીલ પહેલ છે, જે દાઉજી મંદિરની વિકાસ પ્રવૃત્તિઓ અને આવશ્યક તબીબી સેવા પૂરું પાડવા માટે એક ચેરિટેબલ હૉસ્પિટલ માટે સહાયરૂપ બનશે. આ ભક્તિમય સમારોહ, લોકો માટે એકસાથે આવી, આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરવા અને અર્થપૂર્ણ પ્રયાસોમાં યોગદાન આપવા માટેનો ઉત્તમ અવસર છે.આવું દિવ્ય ભક્તિ મંગલમય કીર્તન અનુભવવા માટે 16મી ફેબ્રુઆરીએ ગિફ્ટ સિટી, અમદાવાદ પધારો. અચ્યુતા ગોપી ના ભક્તિમય ભજનો દ્વારા કૃષ્ણ પ્રેમની સફરમાં જોડાઓ અને દિવ્ય આનંદનો અનુભવ કરો.