
વર્લ્ડ સાઇટ ડે 2025ના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ભવિષ્ય માટેની સુવિધાઓ સાથેના ચાર સેન્ટર્સ સહિત નવ વિઝન સેન્ટર્સ શરૂ કર્યાની જાહેરાત કરી છે. આ સાથે આ સેન્ટર્સનો આંક દેશભરમાં 651 સુધી પહોંચ્યો છે. આ સેન્ટર્સ બેંકની મુખ્ય પહેલ Seeing is Believing નો ભાગ છે જેના હેઠળ ભારતમાં ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. Seeing is Believing પ્રોગ્રામે 22 વર્ષ પૂરા કર્યા છે અને 21 રાજ્યો તથા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે ચાલી રહ્યો છે. તે આંખોના આરોગ્યના મામલે દેશના સૌથી પ્રભાવશાળી હસ્તક્ષેપો પૈકીનો એક બની રહ્યો છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી સંભાળની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. અત્યાર સુધી આ પહેલ હેઠળ બેંકે એક કરોડથી વધુ દર્દીઓની તપાસ કરી છે અને 11 લાખ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે. કુલ 651 વિઝન સેન્ટર્સ પૈકી બેંક 79 ભવિષ્યલક્ષી સેન્ટર્સ ધરાવે છે જે 17 જિલ્લાઓમાં આધુનિક ટેક્નોલોજી દ્વારા આંખોની સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે. ટેક્નોલોજીના વિકાસ તથા આંખોની સંભાળની બદલાતી પરિસ્થિતિ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આંખોની પ્રાથમિક સંભાળ સેવાઓ વધારવા માટેની જરૂરિયાત વધી રહી છે. આ ભવિષ્યલક્ષી કેન્દ્રો હાલના વિઝન સેન્ટર્સનો અવકાશ વધારીને આંખોની તમામ પ્રકારની ગંભીર પરિસ્થિતિને ચકાસવાનો લક્ષ્યાંક રાખે છે જે હાલ આંખોની પ્રાથમિક સંભાળના પરિઘની બહાર છે.


