સેન્સેક્સ અને નિફ્ટીએ સળંગ ત્રણ દિવસ સુધારો નોંધાવ્યા બાદ આજે ફરી પાછા ઘટાડે બંધ રહેતાં રોકાણકારોને અસમંજસમાં મૂક્યા છે. જો કે, સ્ટોક સ્પેસિફિક તેજીના લીધે રોકાણકારોની મૂડી રૂ. 2.34 લાખ કરોડ વધી છે.
સેન્સેક્સે ગત ગુરૂવારે 1062.22 પોઈન્ટનું ગાબડું નોંધાવ્યા બાદ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 700.44 પોઈન્ટનો સુધારો નોંધાવ્યો હતો. જો કે, આજે ફરી 117.58 પોઈન્ટ ઘટાડે (72987.03) પર બંધ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટી 50એ 22200નું લેવલ જાળવી રાખ્યું છે.
શેરબજારનો આઉટલૂક
ઈન્ડિયા VIX ઈન્ડેક્સ 0.38 ટકા સુધારા સાથે 20.27 થયો હતો. જેમાં મોટી ઉથલ-પાથલ જોવા ન મળતાં શેરબજારમાં વોલેટિલિટીનું પ્રમાણ ઘટતું નજરે ચડ્યું છે. અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ એપ્રિલમાં અપેક્ષાઓ વટાવી ગયો છે. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે. તમામની નજર અમેરિકાના રિટેલ ફુગાવા પર છે. ફેડ રિઝર્વ અધ્યક્ષ જેરોમ પોવેલે પણ ફુગાવામાં ઘટાડો અપેક્ષા કરતાં ધીમા ધોરણે ઘટી રહ્યો છે. જેથી તેઓ આ વર્ષે વ્યાજદરો જાળવી રાખશે. તેમજ ફુગાવો નિયંત્રણ હેઠળ આવ્યો તો રેટમાં ઘટાડો શરૂ કરશે. એફઆઈઆઈ સતત મોટાપાયે વેચવાલી નોંધાવી રહ્યા છે.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે આજે 2201 શેરો પોઝિટીવ અને 1591 શેરો નેગેટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. 179 શેરો વર્ષની ટોચે, જ્યારે 33 શેરોએ વર્ષની બોટમ નોંધાવી હતી. સેન્સેક્સ પેકની 16 સ્ક્રિપ્સ 2.56 ટકા સુધી વધી હતી, જ્યારે 14 સ્ક્રિપ્સમાં 1.84 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે રોકાણકારોને સાવચેતીનું વલણ જાળવવા નિર્દેશ કરે છે.
સ્મોલકેપ-મીડકેપ શેરો ઉછળ્યા
એફએમસીજી, બેન્કિંગ શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. શેરબજારમાં ટોચના 13 સેક્ટોરલ ઈન્ડેક્સ પૈકી એફએમસીજી ઈન્ડેક્સ આજે 0.75 ટકા, બેન્કેક્સ 0.31 ટકા અને ઓટો 0.17 ટકા તૂટ્યો હતો. આ સિવાય તમામ સેગમેન્ટમાં સુધારો નોંધાયો છે. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં આજે ઉછાળો નોંધાયો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં હોન્ડા પાવર 14.20 ટકા, કિર્લોસ્કર 11.16 ટકા, બોમ્બે ડાઈંગ 11.11 ટકા ઉછાળા સાથે કુલ 604 શેરો સુધારે બંધ રહ્યા છે.
સેન્સેક્સ-નિફ્ટી સળંગ ત્રણ દિવસ વધ્યા બાદ આજે ઘટ્યા, સ્ટોક સ્પેસિફક તેજીના લીધે મૂડી 2.34 લાખ કરોડ વધી
Date: