ભારતીય શેરબજારોમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. સવારે 9.42 કલાકે સેન્સેક્સ 408 અંક વધી 54,236 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 110 અંક વધી 16,241 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર HDFC, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્ર સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. HDFC 3.20 ટકા વધી 2635.55 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ટાટા સ્ટીલ 2.09 ટકા વધી 1436.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ, નેસ્લે, સન ફાર્મા, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 1.45 ટકા ઘટી 571.80 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.82 ટકા ઘટી 18138.30 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારોએ સપ્તાહના બીજા દિવસે નવો રેકોર્ડ બનાવ્યો હતો. જુલાઈમાં મજબૂત આર્થિક આંકડાથી બજારને સપોર્ટ મળ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 53,888ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ 873 અંક વધી 53,823 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી કારોબાર દરમિયાન 16,147ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી 246 અંક વધી 16,130 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં વધારો રહ્યો હતો.