Sunday, March 8, 2026
HomeBusinessશેરબજાર: સેન્સેક્સ 55,000 અને નિફ્ટી 16,400ને પાર, બેન્કિંગ અને FMCG શેરમાં ખરીદી

શેરબજાર: સેન્સેક્સ 55,000 અને નિફ્ટી 16,400ને પાર, બેન્કિંગ અને FMCG શેરમાં ખરીદી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે રેકોર્ડ હાઇ પર ખૂલ્યાં છે. સેન્સેક્સ રેકોર્ડ 54,911.95 અને નિફ્ટી 16,385.70 પર ખૂલ્યો. હાલ સવારે 10.21 કલાકે સેન્સેક્સ 231 અંક વધી 55,081 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 73 અંક વધી 16,348 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર બજાજ ઓટો, TCS, ITC, લાર્સન, HDFC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ઓટો 1.53 ટકા વધી 3823.90 પર કારોબાર કરી રહ્યો છે. TCS 1.30 ટકા વધી 3397.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, ભારત એરટેલ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 0.84 ટકા ઘટી 4673.10 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.76 ટકા ઘટી 1376.55 પર કારોબાર કરી રહ્યો છે. એની સાથે જ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.51 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી છે.ભારત શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 318 અંક વધી 54,843 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 82 અંક વધી 16364 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 54,874.10 અને નિફ્ટી 16,375.50ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.આ પહેલાં અમેરિકાનું શેરબજાર પણ વધારા સાથે બંધ થયું હતું. ડાઉજોન્સ 0.04 ટકા વધી 35,490.99 પર બંધ થયું હતું. નેસ્ડેક 0.35 ટકાની નબળાઈ સાથે 14816 અને S&P 500 0.30 ટકાના વધારા સાથે 4660 પર બંધ થયું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here