ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 308 અંક ઘટી 58157 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 75 અંક ઘટી 17340 પર કારોબાર કરી રહ્યો છે. Paytmનો શેર 4.37 ટકા વધી 1419.70 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (Paytm)નો શેર 13.03 ટકા ઘટી 1360 પર બંધ રહ્યો હતો. એટલે કે શેર વધુ 204 રૂપિયા ઘટીને બંધ રહ્યો હતો.
Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા હતી
Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા નક્કી થઈ હતી. શેર પ્રથમ દિવસે જ 27 ટકા તૂટીને 1564 રૂપિયાએ બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને IPO પ્રાઈસની સરખામણીમાં 586 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. જોકે Paytmનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો.
ઈન્ફોસિસ, ICICI બેન્ક, HULના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, ICIC બેન્ક, HUL, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 2.19 ટકા ઘટી 1720.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.69 ટકા ઘટી 740.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, M&M, ITC, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.51 ટકા વધી 1182.40 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 0.04 ટકા વધી 901.25 પર કારોબાર કરી રહ્યો છે.ૉ
આ ત્રણ કારણોસર શેરબજારમાં કડાકો
પેટીએમનું નબળું લિસ્ટિંગઃ મહામારી બાદ ઘણા નાના રોકાણકારો બજારમાં આવ્યા હતા. પણ પેટીએમના નબળા લિસ્ટિંગના કારણે રિટેલ ઇનફ્લો ઘટવાની આશંકા વધી.
FIIની વેચવાલીઃ મોટા વિદેશી બ્રોકરેજે ભારતનું આઉટલુક ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ અથવા અન્ડરપર્ફોમ રાખ્યું છે. તેથી FIIની વેચવાલી વધી.
કૃષિકાયદાની વાપસીઃ સુધારાથી દેશમાં વિદેશી રોકાણ આવતું હતું. કૃષિકાયદા પાછા ખેંચાતા ચૂંટણી સુધી કેન્દ્ર સુધારા નહીં કરે એવી આશંકા સર્જાઈ.