ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 124 અંક ઘટીને 52852 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 32 અંક ઘટીને 15824 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.46 ટકા વધીને 13525.35 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.55 ટકા વધીને 7605.05 પર બંધ રહ્યો હતો. જોકે SBI, રિલાયન્સ, M&M, ટેક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. SBI 1.36 ટકા ઘટીને 423.30 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.31 ટકા ઘટીને 2077.70 પર બંધ રહ્યો હતો.આજે એશિયાના બજારોમાં મિશ્ર વલણ રહ્યું. જાપાનના નિક્કેઈમાં 1.02 ટકા ઉછાળો આવ્યો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 2.34 ટકા ઘટી બંધ થયો. હોંગકોંગનો હેંગસેંગ 3.90 ટકા તૂટ્યો. કોરિયાનો કોસ્પી 0.91 ટકા નીચે બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.01 ટકાનો મામુલી ઘટાડો રહ્યો.યુરોપીય બજારની શરૂઆત નબળી રહી છે. બ્રિટનના FTSEમાં લગભગ 0.40 ટકાની નબળાઈ રહી છે. ફ્રાન્સના CAC અને જર્મનીના DAXમાં લગભગ 0.5નો ઘટાડો આવ્યો છે.