મુંબઈ: વેચવાલીના પગલે ભારતીય શેરબજાર આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 486 અંક ઘટીને 52568 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 152 અંક ઘટી 15727 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટ સ્ટીલ, સન ફાર્મા, SBI, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.30 ટકા ઘટીને 1189.75 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.96 ટકા ઘટીને 667.00 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, NTPC, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.32 ટકા વધીને 1059.80 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.62 ટકા વધીને 4073.15 પર બંધ રહ્યો હતો.NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 6 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારોઠ(FII)એ શુદ્ધરૂપથી 532 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 231 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.આજે TCSનું જૂન ક્વાર્ટરનું નાણાંકીય પરિણામ આવશે. કંપનીની રેવન્યુમાં લગભગ 4 ટકાની ત્રિમાસિક વધારાનું અનુમાન છે. તેમાં સિઝનલ ફેક્ટર, સ્ટ્રોગ ઓર્ડર બુક અને ડિજિટલ બિઝનેસમાં ગ્રોથનો મોટો હાથ હોઈ શકે છે. સેલેરી ખર્ચ વધુ થવાના પગલે માર્જિનમાં ઘટાડો આવી શકે છે, જોકે બીજા સોર્સથી થનારી આવકથી પ્રોફિટ મજબૂત રહી શકે છે.એશિયાના શેરબજારમાં ભારે ઘટાડો રહ્યો. જાપાનનો નિક્કેઈ 0.81 ટકા નબળો થયો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.79 ટકાનો ઘટાડો આવ્યો. હોંગકોંગનો હેંગસેંગ 2.79 ટકા ઘટ્યો. કોરિયાનો કોસ્પી 0.99 ટકા નીચે બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.21 ટકાનો વધારો રહ્યો.